હીરા બાની તબિયત સુધારા પર, બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા અપાશે : પ્રહલાદ મોદી
પીએમ મોદીના માતા હીરા બાની તબિયત સુધારા પર છે. તેમજ માતા હીરાબાના સ્વાસ્થ્ય અંગે પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ મૈસુરુમાં નિવેદન આપ્યું હતું કે હીરાબાનું સ્વાસ્થ્ય હાલ સુધારા પર છે. તેમજ આગામી બે દિવસમાં તેમને રજા આપવામાં આવશે.
પીએમ મોદીના માતા હીરા બાને આજે નાદુરસ્ત તબિયતના લીધે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જો કે શરૂઆતમાં તેમની તબિયત સ્થિર હતી. આ દરમ્યાન પીએમ મોદી દિલ્હીથી માતા હીરા બાના સ્વાસ્થ્યની જાત માહિતી મેળવવા અને માતા હીરાબા ને મળવા અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમજ તેમણે હોસ્પિટલમાં 1.30 કલાક જેટલો સમય પણ વિતાવ્યો હતો. જો કે હાલ ડૉક્ટરના મતે હીરા બાની તબિયત સુધારા પર છે. તેમજ માતા હીરાબાના સ્વાસ્થ્ય અંગે પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ મૈસુરુમાં નિવેદન આપ્યું હતું કે હીરાબાનું સ્વાસ્થ્ય હાલ સુધારા પર છે. તેમજ આગામી બે દિવસમાં તેમને રજા આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદી અને તેમના પરિવારને કર્ણાટકના મૈસુરની હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે..પ્રહલાદ મોદી અને તેમના પરિવારના સભ્યો કર્ણાટકથી અમદાવાદ આવવા રવાના થયા હતા.ગઈકાલે વડાપ્રધાનના ભાઈના પરિવારને કર્ણાટકના મૈસુરુ નજીક અકસ્માત નડ્યો હતો.
આ તરફ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, સાંસદ પરિમલ નથવાણી, સહિત ગુજરાતના ધારાસભ્યો હોસ્પિટલ હીરાબાના ખબર અંતર પૂછવા માટે પહોંચી ગયા છે. હોસ્પિટલે બપોરે હેલ્થ બુલેટિન જાહેર કરી હીરાબાની તબિયત સુધારા પર હોવાનું જણાવ્યું હતું.. PM મોદી અમદાવાદ પહોંચતા જ હોસ્પિટલની આજુબાજુ ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પીએમ મોદીના માતા હીરાબાને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હીરાબાના ખબર અંતર પુછવા હાલ ધારાસભ્યો, મંત્રીઓ અને અધિકારીઓ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત હાલ સ્થિર હોવાના સમાચાર સામે આવ્યા છે.