PM મોદીના જન્મ દિવસની ઉજવણીનો પ્રારંભ ગાંધીનગરથી (Gandhinagar) થયો છે. ગાંધીનગરમાં પીએમ મોદીનું ભવ્ય રેત શિલ્પ બનાવાયું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ રેત શિલ્પને ખુલ્લુ મુક્યું છે. કચ્છ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા રેતશિલ્પ માટે આયોજન કરાયું હતું. કચ્છના કલાકારને ગાંધીનગર લાવી આ રેત શિલ્પ તૈયાર કરાયું છે.
ગાંધીનગર સેક્ટર 21માં પીએમ મોદીના જન્મદિવસના અનુસંધાને રેત શિલ્પનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ માટે પાટણથી 50 ટન રેતી મંગાવવામાં આવી હતી. માંડવીના કલાકાર અનિલ જોશીએ આ રેત શિલ્પને આકાર આપ્યો હતો. પીએમ મોદીના જન્મ દિવસની શુભેચ્છાની સાથે G20 અને ચંદ્રયાન-3ની સફળતાનો સંદેશ આ રેત શિલ્પ દ્વારા આપવામાં આવ્યો છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો