Gujarat New Cabinet : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં ખાતાની વહેંચણી, હર્ષ સંઘવીને ગૃહ વિભાગ સોપાયું

Gujarat New Cabinet Portfolio : આજે પ્રધાનમંડળના શપથગ્રહણમાં 10 કેબીનેટ પ્રધાન અને 5 રાજ્યકક્ષા અને 9 સ્વતંત્ર હવાલાના પ્રધાનોએ શપથ લીધા.

Gujarat New Cabinet  : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં ખાતાની વહેંચણી, હર્ષ સંઘવીને ગૃહ વિભાગ સોપાયું
Gujarat New Cabinet ministers portfolio of new cabinet of gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 6:33 PM

GANDHINAGAR : આખરે જેની રાહ જોવાઈ રહી હતી એ રાજ્યના નવા પ્રધાનમંડળનો શપથગ્રહણ સમારોહ પૂર્ણ થયો. રાજ્યના નવા પ્રધાનમંડળમાં કુલ 24 પ્રધાનોએ શપથ લીધા. જેમાં 10 કેબીનેટ પ્રધાન 5 રાજ્યકક્ષા અને 9 સ્વતંત્ર હવાલાના પ્રધાનોએ શપથ લીધા. અટેલે કે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ મળેની ગુજરાતની નવી કેબીનેટમાં કુલ 25 પ્રધાનો થયા. આવો જોઈએ ક્યા પ્રધાનને કયું ખાતું સોંપવામાં આવ્યું અને મહત્વના ખાતા કોને મળ્યા.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ :

સા.વ.વિ., વહીવટી સુધારણા અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, માહીતી અન પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીશ્રીઓને ફાળવાયેલ ન હોય તેવા વિષયો / વિભાગો

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

10 કેબીનેટ પ્રધાનોને ફાળવાયેલા ખાતા

1 ) રાજેન્દ્ર ત્રિવેદી : મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો

2) જીતુ વાઘાણી : શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક

3) રુષિકેશ પટેલ : આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો

4) પૂ્ર્ણેશ મોદી : માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ

5) રાઘવજી પટેલ : કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન

6) કનુભાઈ દેસાઈ : નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ

7) કિરીટસિંહ રાણા : વન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી

8) નરેશ પટેલ : આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા

9) પ્રદીપ પરમાર : સામાજિક ન્યાય અને અધિકારીતા

10) અર્જુનસિંહ ચૌહાણ : ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ

5 રાજ્યકક્ષાના પ્રધાનોને ફાળવાયેલા ખાતા (સ્વતંત્ર હવાલો) 

1) હર્ષ સંઘવી : રમત, ગમત, યુવક સેવા અને સાંસ્કૃતીક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન

2) જગદીશ પંચાલ : કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી

3) બ્રિજેશ મેરજા : શ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ

4) જીતુ ચૌધરી : કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો

5) મનીષા વકીલ : મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા

9 રાજ્યકક્ષાના પ્રધાનોને ફાળવાયેલા ખાતા

1) મુકેશ પટેલ : કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ

2)નિમિષાબેન સુથાર : આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ

3) અરવિંદ રૈયાણી : વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ

4) કુબેરસિંહ ડિંડોર : ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો

5) કીર્તિસિંહ વાઘેલા : પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

6) ગજેન્દ્રસિંહ પરમાર : અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો

7) આર. સી. મકવાણા : સામાજીક ન્યાય અને અધિકારીતા

8) વીનુ મોરડિયા : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ

9) દેવા માલમ :પશુપાલન અને ગૌ સંવર્ધન

g clip-path="url(#clip0_868_265)">