રાજ્યમાં PM આવાસ યોજનાના લાભાર્થીઓનું ઘરના ઘરનું સપનું રોળાશે, આ કારણે કોન્ટ્રાકટરોએ અટકાવ્યું કામ

|

Jan 04, 2022 | 10:16 AM

રાજ્યમાં 2019ની આવાસ યોજનાનું કામ કરનારા કોન્ટ્રાકટોએ કામ બંધ કરી દીધું હોવાની માહિતી સામે આવી છે. કાચા માલમાં 46થી 150 ટકાનો વધારો થતાં કામ બંધ કરવામાં આવ્યું છે.

PM Awas yojana in Gujarat: પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને 2022માં મકાન મળી શકશે નહીં. જી હા ગુજરાતમાં PM આવાસ યોજનાના તમામ લાભાર્થીઓનું 2022 માં મકાન મેળવવાનું સપનું રોળાશે. કારણકે, 2019 ની આવાસ યોજનાનું કામ કરનારા કોન્ટ્રાકટોએ કામ બંધ કરી દીધું છે.

તો આ પાછળનું જાણવા મળેલું કારણ પણ ચોંકાવનારૂ છે. કાચા માલમાં 46 થી 150 ટકાનો વધારો થતાં કામ બંધ કરવામાં આવ્યું છે. તેમજ તંત્ર દ્વારા સમયસર નાણા ન ચૂકવાયાનો પણ આક્ષેપ બિલ્ડરો દ્વારા કરાયો છે. જેના કારણે રાજ્યમાં આવાસ યોજનાના 1.50 લાખ મકાન તો અમદાવાદમાં 25 હજાર મકાનોનું કામ અધુરું છે.

તો સમગ્ર મુદ્દે પિન્ટુ પટેલ નામના કોન્ટ્રાક્ટરે વાત કરતા કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ટેન્ડરો 2019 ના હતા. તો કોરોના મહામારી પછી બાંધકામમાં વપરાતા મટીરીયલમાં 46 ટકાથી લઈને 150 ટકા સુધીનો વધારો થયો છે. જેના કારણે આખા પ્રોજેક્ટ પર ભારણ વધ્યું છે. અને આ કારણે આ બાંધકામ પુરા કરવા અશક્ય થઇ રહ્યું છે.

 

આ પણ વાંચો: Mumbai: ગોવા પહોંચ્યું કોર્ડેલિયા ક્રુઝ સ્ટાફ સહિત 66 લોકો કોવિડ પોઝિટિવ, તમામ લોકોને બહાર આવવા પર નો એન્ટ્રી

આ પણ વાંચો: IND vs SA: જોહાનિસબર્ગ ટેસ્ટમાં 202 ના સ્કોર પર સમેટાવા છતાં ભારતીય ટીમનો વિશ્વાસ અદ્ભૂત, અશ્વિને કહી આ મોટી વાત

Published On - 9:54 am, Tue, 4 January 22

Next Video