Rajkot : ઉપલેટાની નદીમાં કેમિકલ માફિયા કેમિકલ ઠાલવી ગયા હોવાની શંકા, લોકોમાં રોષ, જુઓ Video

|

Jun 19, 2023 | 6:13 PM

રાજકોટના ઉપલેટામાં નદીમાં કેમિકલનું કારસ્તાન સામે આવ્યું છે. મોજ નદી ફરી દૂષિત બની છે. કેમિકલયુક્ત પાણીથી નદીમાં ફીણ વળ્યા છે. GPCBને અનેકવાર રજૂઆત છ્તા કોઈ પગલાં લેવકયા નથી.

Rajkot: ઉપલેટામાં મોજ નદી ફરી દૂષિત બનતા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. દૂષિત અને કેમિકલયુક્ત પાણીના કારણે નદીમાં ચારેતરફ ફીણ જોવા મળ્યું હતું. કેમિકલના પાણીથી નદીમાં ઝેરી ફીણની ચાદર છવાઈ હતી. નદી પરના ચેકડેમમાંથી કેમિકલ માફિયાઓ નદીમાં કેમિકલ ઠાલવી ગયા હોવાની આશંકા છે. અગાઉ પણ કેમિકલ માફિયાઓ મોજ નદીમાં કેમિકલ ઠાલવી જતા મોજ નદીનું પાણી દૂષિત બન્યું હતું. GPCBને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ ફેલાયો હતો.

આ પણ વાંચો : સુરતમાં IT સોફ્ટવેર એન્જિનિયરને સ્પામાં સારી સુવિધા આપવાના નામે ફસાવી લાખો પડાવાયા

ખેડૂતો અને પશુપાલકોનો આક્ષેપ છે કે, નદીમાં વારંવાર કોઈ કેમિકલ માફીયાઓ દ્વારા કેમિકલ ભરેલા ટેન્કર ઠાલવી દેવામાં આવે છે. જેથી નદીનું પાણી દુષિત બન્યું છે. દૂષિત પાણી પીવાથી પશુઓને ચામડીના રોગ થાય છે. અગાઉ પણ ભૂતકાળમાં અનેક પશુઓના મૃત્યુ થયા છે. સાથે જમીન બંજર બનતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ જીપીસીબી બોર્ડના અધિકારીઓએ આ બાબતે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video