રાજકોટમાં તંત્ર એકશન મોડમાં, કોરોના રસી ના લીધી હોય તેમની સામે ફરિયાદ દાખલ કરાઇ

|

Dec 25, 2021 | 6:37 PM

રાજકોટ મહાનગરપાલિકાએ પણ કોરોનાના વધતાં સંક્રમણના પગલે કોરોના ગાઈડલાઇનનું પાલન કરાવ વાની શરૂઆત કરી છે.

ગુજરાતના(Gujarat)રાજકોટમાં(Rajkot)કોરોનાની(Corona) રસી(Vaccine)ન લીધી હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રસી ન લેનારાઓ સામે પોલીસ ગુનો દાખલ કર્યો છે. જેમાં વિલિયમ જોન્સ પિત્ઝાના 4 કર્મચારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ ક્રિષ્ના રેસ્ટોરન્ટના એક કર્મચારી સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં તમામ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણને અટકાવવા તમામ હોટલ માલિક અને દુકાનદારો તથા કર્મચારીઓ લારી ગલ્લા ધારકો, હેર સલૂન – બ્યુટી પાર્લરના કામ કરતા લોકો, જે આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. તેઓને વેક્સિનના બંને ડોઝ સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાએ પણ કોરોનાના વધતાં સંક્રમણના પગલે કોરોના ગાઈડલાઇનનું પાલન કરાવ વાની શરૂઆત કરી છે. જેમાં કોરોનાના વધતા કેસના પગલે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ટનું પાલન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. તેમજ કોરોનાના સુપર સ્પ્રેડર એવા દુકાનદારો અને ફેરિયાઓના વેક્સિન સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: સાવધાન : અમદાવાદમાં કોરોના કેસોમાં ઉછાળો, ટેસ્ટ પોઝિટીવીટી દર પણ બમણો થયો

આ પણ વાંચો : ગુજરાતમાં હવે કોર્ટ થશે ડીજીટલ, કોર્ટને લગતા ખર્ચની ચુકવણી ઓનલાઈન થશે

Published On - 6:33 pm, Sat, 25 December 21

Next Video