Rajkot: MJ કુંડલિયા કોલેજના પ્રોફેસર પર વિદ્યાર્થિની જાતિય સતામણીનો આરોપ, પ્રોફેસર સામે કાર્યવાહી કરવાનો આદેશ, જુઓ Video

Rajkot: MJ કુંડલિયા કોલેજના પ્રોફેસર પર વિદ્યાર્થિની જાતિય સતામણીનો આરોપ, પ્રોફેસર સામે કાર્યવાહી કરવાનો આદેશ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 23, 2023 | 11:48 AM

પીએચડી કરતી એક વિદ્યાર્થિનીએ પ્રોફેસર સામે જાતિય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તપાસમાં વિદ્યાર્થિની સાથે ગેરવર્તન થયાનું ખુલ્યુ છે. પીએચડીના ગાઇડ તરીકે રહેલા પ્રોફેસર જ્યોતીન્દ્ર જાનીએ નોકરીના આર્થિક પ્રલોભન આપીને યુવતી સાથે અણછાજતું વર્તન કર્યુ હોવાના આક્ષેપ વિદ્યાર્થિનીએ લગાવ્યા છે.

Rajkot: રાજકોટની એમ જે કુંડલિયા કોલેજના પ્રોફેસર સામે ગંભીર આરોપ લાગ્યા છે. પીએચડી કરતી એક વિદ્યાર્થિનીએ પ્રોફેસર સામે જાતિય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તપાસમાં વિદ્યાર્થિની સાથે ગેરવર્તન થયાનું ખુલ્યુ છે. પીએચડીના ગાઇડ તરીકે રહેલા પ્રોફેસર જ્યોતીન્દ્ર જાનીએ નોકરીના આર્થિક પ્રલોભન આપીને યુવતી સાથે અણછાજતું વર્તન કર્યુ હોવાના આક્ષેપ વિદ્યાર્થિનીએ લગાવ્યા છે.

આ પણ વાંચો- Vadodara : MS યુનિવર્સિટીના કેમ્પસમાં લગાવાઇ ગુજરાતની પ્રથમ પોપ્યુલેશન ક્લોક, અહીં ગુજરાતની વસ્તીના રિયલ ટાઇમ આંકડા દેખાશે

પીએચડીની વિદ્યાર્થિનીએ યુનિવર્સિટીમાં ઓગસ્ટ 2023માં પ્રોફેસર સામે ફરિયાદ કરી હતી.વિદ્યાર્થિનીએ આક્ષેપ લગાવ્યા છે કે પ્રોફેસર જ્યોતીન્દ્ર જાની તેને વોટ્સએપ મેસેજ કરતા હતા.આ ફરિયાદના આધારે કુલપતિએ કમિટીની રચના કરી હતી. કમિટીની તપાસમાં પ્રોફેસર જાનીએ વિધાર્થિની સાથે ગેરવર્તન કર્યુંનું ખૂલ્યું છે.આ અંગે કુલપતિએ M J કુંડલિયા કોલેજના સંચાલકોને 7 દિવસમાં પ્રોફેસર સામે પગલાં લેવાના આદેશ આપ્યા છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.