જૂનાગઢ ના વંથલીના ખોરાસા ગામે વીજ કર્મચારી પર હુમલાની ઘટના સર્જાઈ છે. વીજ કર્મચારી વીજળીની સમસ્યા દૂર કરવા માટે વિસ્તારમાં પહોંચ્યો હતો, જ્યાં અજાણ્યા શખ્શે વીજ કર્મચારી પર હુમલો કરી દીધો હતો. આરોપી અજાણ્યા શખ્શે વીજ કર્મચારીને ઢોર માર માર્યો હતો. કર્મચારીને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા, જ્યાં તેમને સારવાર આપી દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાને લઈ સ્થાનિક પોલીસે ફરીયાદ નોંધીને તપાસ શરુ કરી છે. પોલીસે આરોપી અજાણ્યા શખ્શની ઓળખ કરીને તેને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
ખોરાસા ગામે PGVCL ના કર્મચારી તેજસ ડીટીયા વીજળની સમસ્યાને લઈ પહોંચ્યા હતા. તુષાર ડીટીયા ઈલેક્ટ્રીક આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. હાલમાં બિપરજોય વાવાઝોડા બાદ અનેક સ્થળોએ વીજળીની સમસ્યા સર્જાઈ છે. જેને વીજ કર્મચારીઓ રાત દીવસ જોયા વિના યુદ્ધના ધોરણે કામગીરી કરીને વીજ પૂરવઠો પૂર્વવત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. PGVCL દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં વીજ પુરવઠો ફરીથી શરુ કરીને અંધારપટ દૂર કરવાનો સફળ પ્રયાસ કર્યો છે.
Published On - 9:30 pm, Sun, 18 June 23