AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : જસદણ પાલિકાએ વીજળીનું 35 લાખનું બિલ ન ભરતા PGVCLએ ત્રણ સ્ટ્રીટ લાઈટના વીજ જોડાણ કાપી નાખ્યા

Video : જસદણ પાલિકાએ વીજળીનું 35 લાખનું બિલ ન ભરતા PGVCLએ ત્રણ સ્ટ્રીટ લાઈટના વીજ જોડાણ કાપી નાખ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 10:37 PM
Share

Rajkot: જસદણમાં વીજબિલોની સમયસર ચુકવણી ન થતા વીજતંત્ર આકરા પાણીએ જોવા મળ્યુ છે. જસદણની પાલિકાએ 35 લાખનું વીજ બિલ ન ભરતા વીજતંત્ર દ્વારા ત્રણ સ્ટ્રીટ લાઈટના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા જો કે પાલિકા તુરંત હરકતમાં આવી હતી અને વીજ બિલ ભરી દેતા પૂરવઠો યંત્રવત કરાયો હતો.

રાજકોટના જસદણની પાલિકાએ દેવાળુ ફુંકતા PGVCLએ તવાઈ બોલાવી છે. પાલિકાએ સ્ટ્રીટ લાઈટનું વીજ બિલ ન ભરતા PGVCLએ ત્રણ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપી નાખ્યા છે. શહેરના ચીતલિયા કૂવા રોડ, લાતી પ્લોટ, આટકોટ વિસ્તારના કનેક્શન કપાઈ જતા હવે આ વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો છે.PGVCLએ અગાઉ નોટિસ ફટકારી હોવા છતા પાલિકાએ વીજ બિલ ભરવાની દરકાર લીધી ન હતી. પાલિકાએ સ્ટ્રીટ લાઈટનું 35 લાખ 84 હજારથી વધુ રૂપિયાનું વીજબિલ ભર્યુ ન હતુ. બીજી તરફ વોટર વર્ક્સના પણ બિલ બાકી હોવાથી આગામી સમયમાં વીજ જોડાણ બંધ થઈ શકે છે. જો કે પાલિકા સ્ટ્રીટ લાઈટનું વીજ જોડાણ કપાઈ જતા અંધારપટ છવાયો છે ત્યારે પાલિકા તાત્કાલિક હરકતમાં આવી હતી અને વીજ બિલ ભરી દેતા વીજપૂરવઠો યંત્રવત થયો હતો. જેથી સ્થાનિકોને વધુ સમય સુધી અંધારપટ સહન કરવો પડ્યો ન હતો.

જસદણમાં અલગ અલગ વિસ્તારોમાં વીજગ્રાહકો પાસે અંદાજિત 5 કરોડથી વધુ રકમ બાકી

જસદણ PGVCLના નાયબ ઈજનેર આર.એસ. ચૌધરીના જણાવ્યા મુજબ PGVCLએ ત્રણ દિવસથી નોટિસ આપી હતી પરંતુ આજદિન સુધી પાલિકાએ સ્ટ્રીટ લાઈટના વીજજોડાણો માટેના બિલ ભર્યા ન હતા. જેમા PGVCLની 35 લાખથી પણ વધુ રૂપિયા બાકી હતા. જે ભરપાઈ ન થતા પાલિકાએ ત્રણ સ્ટ્રીટ લાઈટના વીજ જોડાણોનો વીજ પૂરવઠો બંધ કર્યો હતો. વધુમાં નાયબ ઈજનેરે જણાવ્યુ કે જસદણ PGVCL જૂદા જૂદા વિસ્તારોમાં વીજ ગ્રાહકો પાસે અંદાજિત 5 કરોડથી વધુ રકમ વીજ બિલ પેટે માગે છે. તે પૈકી જસદણ નગરપાલિકા અને 2800 શહેરીજનો ઉપરાંત 1100 જેટલા ખેતીવાડીના ગ્રાહકો પાસેથી અમારી લેણી રકમ નીકળે છે. જો આ રકમ વહેલી તકે ભરપાઈ નહીં કરે તો પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

Published on: Jan 06, 2023 10:36 PM
g clip-path="url(#clip0_868_265)">