પીજી- નીટની પરીક્ષાને લઇને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થીઓ મૂંઝવણમાં, કરી આ માંગ

|

Jan 17, 2022 | 11:20 PM

ઉત્તર-ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે.કારણ કે 12 માર્ચે પીજી મેડિકલ પ્રવેશ માટેની NEET લેવાશે, પરંતુ વિવિધ યુનિવર્સિટીમાં ઈન્ટર્નશિપ મોડી શરૂ થઇ હોવાથી આ વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે

PG-NEETની પરીક્ષાની તારીખો તો જાહેર થઇ ચૂકી છે, પરંતુ ઉત્તર-ગુજરાત યુનિવર્સિટીના(North Gujarat University)  વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે.કારણ કે 12 માર્ચે પીજી મેડિકલ પ્રવેશ માટેની NEET લેવાશે, પરંતુ વિવિધ યુનિવર્સિટીમાં ઈન્ટર્નશિપ મોડી શરૂ થઇ હોવાથી આ વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે.જ્યાં સુધી ઇન્ટર્નશિપ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શકે, ત્યારે વિદ્યાર્થીઓએ માર્ચના બદલે ઇન્ટર્નશિપ પૂર્ણ થયા બાદ પરીક્ષા યોજવા માગ કરી છે. જેમાં માર્ચમાં પરીક્ષાથી પાટણ, હિંમતનગર અને કપડવંજના વિદ્યાર્થીઓને મોટી અસર થશે.આ સ્થિતિમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 250 ઉપરાંત દેશના 10 રાજ્યોના 8032 વિદ્યાર્થી નીટ આપી શકે તેમ નથી

આ પણ વાંચો : Banaskantha : સોલાર પ્રોજેક્ટ અંતર્ગત ભ્રષ્ટાચારની કથિત ઓડિયો ક્લિપ વાયરલ

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, નવા 12,835 કેસ નોંધાયા, પાંચ લોકોના મૃત્યુ

Next Video