રાજકોટ સમાચાર : આધાર કાર્ડ કેન્દ્રોમાં લોકોને મુશ્કેલી પારાવાર, 2થી 3 કલાક લાઈનમાં બેસ્યા બાદ આવે છે વારો, જુઓ વીડિયો
તહેવાર બાદ પણ આધાર કાર્ડ માટે હજુ લોકોને ધક્કા ખાવા પડે છે. તેની પાછળનું મોટુ કારણ આધાર કાર્ડની બંધ પડેલી કિટ હોવાનું સામે આવ્યુ છે. શહેરમાં આધાર કાર્ડ કેન્દ્રમાં કીટ બંધ હોવાથી લોકો મુખ્ય કચેરીએ જવાનો વારો આવ્યો છે. અહીં આવ્યા બાદ લોકોને જાણ થાય છે કે સ્થિતિ અહીંયા પણ તેવી જ છે.
રાજકોટમાં આધાર કાર્ડ કેન્દ્રોમાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તહેવાર બાદ પણ આધાર કાર્ડ માટે હજુ લોકોને ધક્કા ખાવા પડે છે. તેની પાછળનું મોટુ કારણ આધાર કાર્ડની બંધ પડેલી કિટ હોવાનું સામે આવ્યુ છે. શહેરમાં આધાર કાર્ડ કેન્દ્રમાં કીટ બંધ હોવાથી લોકો મુખ્ય કચેરીએ જવાનો વારો આવ્યો છે. અહીં આવ્યા બાદ લોકોને જાણ થાય છે કે સ્થિતિ અહીંયા પણ તેવી જ છે.
RMCની મુખ્ય કચેરીમાં આવેલ કેન્દ્રમાં 7 કીટમાંથી 3 કીટ બંધ હાલતમાં છે. જેથી લાંબી લાઈનો લાગે છે અને લોકોને 3-3 કલાક સુધી બેસવું પડે છે તે બાદ વારો આવે છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે તેઓ 3-3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે છતાં તેમનો વારો નથી આવતો. ત્યારે આધારકાર્ડ માટે કમરતોડ વેઈટિંગમાં બેસેલા લોકો આધારની કીટ વધારવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે તંત્ર આધારની સિસ્ટમમાં કોઈ સુધારો કરે છે પછી આમ જ લોકોની હાલાકીમાં વધારો થતો રહેશે?
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
