અમદાવાદના મણિનગર રેલ્વે ક્રોસિંગથી લોકો પરેશાન, બ્રિજ બનાવવા સ્થાનિકોની માંગ

| Edited By: | Updated on: Jan 20, 2022 | 8:44 AM

મણિનગર ફાટક બંધ થતા જ મોટી ભીડ અહીં જમા થઈ જાય છે. તેથી લોકો માગ કરી રહ્યા છે કે મણીનગર ક્રોસિંગ પાસે બ્રિજ બનાવવામાં આવે જેથી ટ્રાફિક સમસ્યા દૂર કરી શકાય.

અમદાવાદ(Ahmedabad)  મણિનગર રેલવે ક્રોસિંગ(Railway Crossing)  વર્ષોથી લોકો માટે માથાનો દુખાવો સમાન બની ગયો છે..અહીં સમગ્ર દિવસ દરમ્યાન ટ્રાફિકના(Traffic)  દ્રશ્યો જોવા મળતા હોય છે. ત્યારે સ્થાનિકો ક્રોસિંગ પર બ્રિજ કે અંડર બ્રિજ બનાવવા માંગણી કરી રહ્યા છે.. આ ફાટક બંધ થતા જ મોટી ભીડ અહીં જમા થઈ જાય છે.તેથી લોકો માગ કરી રહ્યા છે કે મણીનગર ક્રોસિંગ પાસે બ્રિજ બનાવવામાં આવે જેથી ટ્રાફિક સમસ્યા દૂર કરી શકાય.

અમદાવાદના મણીનગર રેલ્વે ક્રોસિંગની આ સમસ્યા અનેક વર્ષોથી પડતર છે. જેમાં શહેરના મુખ્ય રેલ્વે સ્ટેશન કાલુપુર પર આવતી જતી પેસેન્જર અને ગુડસ ટ્રેન મણિનગર થઈને પસાર થાય છે, જેના પગલે 24 કલાકમાં ફાટક અનેક વાર બંધ કરવાની ફરજ પડે છે. તેમજ એક તરફ અનુપમ રેલ્વે સમારકામ માટે બંધ કરવામાં આવ્યો છે. તેમજ તેના લીધે લોકોએ ખોખરાથી મણિનગર જવા માટે નાથાલાલ બ્રિજનો જ ફરજિયાત ઉપયોગ કરવો પડે તેવી સ્થિતિ છે. જેના લીધે આ બ્રિજ પર પણ ટ્રાફિક વધ્યો છે. તેથી લોકો મણીનગર રેલ્વે ક્રોસિંગ થઇને પસાર થાય છે ત્યારે ફાટક બંધ હોય છે. જેના લીધે હાલ તો લોકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતના કરછમાં ફરી ધરા ધ્રુજી, ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી નજીક

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, છેલ્લા 24 કલાકમાં મુંબઈ કરતાં પણ વધારે કેસો