Mehsana : રાધનપુર સર્કલ પર ચારે બાજુ ટ્રાફિક જામ, ખાનગી વાહનોના અડિંગાથી રાહદારીની વધી હાલાકી, જુઓ Video

| Edited By: | Updated on: Apr 18, 2023 | 1:33 PM

રાધનપુર ચોકડી આસપાસ ખાનગી વાહનો દિવસભર પેસેન્જર ભરવા અડિંગો જમાવે છે. આ ઉપરાંત નાના-મોટા લારી-ગલ્લાના કારણે પણ ટ્રાફિકની સમસ્યાનો હલ આવતો નથી. મહેસાણાના નાગરિકો ટ્રાફિકમાં અટવાઈને પરેશાન થઈ રહ્યાં છે.

મહેસાણા હાઈ-વે પર રાધનપુર સર્કલ પર ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે જટીલ બની છે. મોઢેરા ચોકડી પર 150 કરોડના ખર્ચે અંડરબ્રિજ બનાવ્યો છે. આમ છતાં રાધનપુર ચોકડી પર ચારે બાજુ જામતા ટ્રાફિકનો ઉકેલ આવતો જ નથી. રાધનપુર ચોકડી આસપાસ ખાનગી વાહનો દિવસભર પેસેન્જર ભરવા અડિંગો જમાવે છે.

આ પણ વાંચો : Gujarati Video : ચૌધરી પરીવારને ગેરકાયદે અમેરિકા મોકલનારા એજન્ટના CID ક્રાઇમ અને મહેસાણા SOGને મળ્યુ પગેરું, ટુંક સમયમાં ઝડપાશે

આ ઉપરાંત નાના-મોટા લારી-ગલ્લાના કારણે પણ ટ્રાફિકની સમસ્યાનો હલ આવતો નથી. મહેસાણાના નાગરિકો ટ્રાફિકમાં અટવાઈને પરેશાન થઈ રહ્યાં છે. ઈંધણનો મોટાપાયે વ્યય થવાની સાથે જ લોકોનો સમય બગડે છે. આ મુદ્દે ધારાસભ્યએ સંકલન સમિતિમાં પોલીસને ટ્રાફિક ઉકેલવા સૂચનો કર્યા હતા. તો આગામી સમયમાં રાધનપુર ચોકડી પર પણ ઓવરબ્રિજ બનાવી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે દિશામાં હલચલ તેજ થઈ છે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…