Gujarati Video : ચૌધરી પરીવારને ગેરકાયદે અમેરિકા મોકલનારા એજન્ટના CID ક્રાઇમ અને મહેસાણા SOGને મળ્યુ પગેરું, ટુંક સમયમાં ઝડપાશે
આ ઘટનામાં ચૌધરી પરિવારને કેનેડાથી અમેરિકા મોકલનાર એજન્ટની શોધખોળમાં CID ક્રાઈમ અને મહેસાણા SOG હાથ ધરી હતી. પોલીસને નજીકના માણેકપુર ગામના એજન્ટ અંગે માહિતી મળી હતી.
મહેસાણાના ડાભલાના માણેકપુરાનો ચૌધરી પરિવાર કેનેડા-અમેરિકા બોર્ડર ક્રોસ કરતા મોતને ભેટ્યો હતો. આ ઘટનામાં ચૌધરી પરિવારને કેનેડાથી અમેરિકા મોકલનાર એજન્ટની શોધખોળમાં CID ક્રાઈમ અને મહેસાણા SOG હાથ ધરી છે. પોલીસને નજીકના માણેકપુર ગામના એજન્ટ અંગે માહિતી મળી હતી. મળતી માહિતી અનુસાર આરોપી એજન્ટ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
આ પણ વાંચો : Breaking News: Accident Death: મહેસાણા-કડીના કલ્યાણપુરા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકના મોત
આ અગાઉ એજન્ટે કુકરવાડા ગામના કેટલાક લોકોને પણ અમેરિકા મોકલ્યા હોવાની ચર્ચા થઈ હતી. સૂત્રો અનુસાર જાણવા મળ્યુ છે કે એજન્ટનું નામ સચિન હોવાનું જાણવા મળ્યુ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે સચિન ડાભલાના વડોસણા ગામનો વતની છે અને હાલ તે સ્વિટ્ઝરલેન્ડની આસપાસ જ રહે છે. તેમજ સચિન અગાઉ કેનેડામાં રહેતો હતો, જ્યાંથી તેને ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ હાલ તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
કેનેડામાં 56 જેટલા પાસપોર્ટ સચિન પાસેથી મળ્યા હતા
સૂત્રોના જણાવ્યા મુજબ કેનેડામાં 56 જેટલા પાસપોર્ટ સચિન પાસેથી મળી આવ્યા હતા. તેમજ સચિન પોતે પણ કોઈ એજન્ટ મારફતે જ અમેરિકા ગયો હતો. આ ઘટનામાં પરિવાર અમેરિકા જવા સચિનના સંપર્કમાં આવ્યો હતો અને સચિનને ચૌધરી પરિવારે 56 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું.
અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરવામાં ગુજરાતીઓએ જીવ ગુમાવ્યો
અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરવામાં વધુ કેટલાક ગુજરાતીઓએ જીવ ગુમાવ્યો હતો. જેમાં કેનેડાથી અમેરિકા ઘુસણખોરી કરવા જતા મહેસાણાના પરીવારનુ મોત થયુ હતુ. વિજાપુર તાલુકાના ચૌધરી પરિવારના USA અમેરિકામાં ઘુસણખોરી કરવા જતા મોત થયું હતું. વિજાપુર તાલુકાના ચૌધરી પરિવારના USA અમેરિકામાં ઘુસણખોરી કરવા જતા મોત થયુ હતુ. કેનેડાથી અમેરિકા પહોંચવામાં કુલ 8 વ્યક્તિના મોત થયા હતા જે પૈકી 4 લોકોનો એક પરિવાર મહેસાણાના વીજાપુર તાલુકાના ડાભલા ગામનો હતો. આ પરિવારના 4 લોકોના મોત થયા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…