ગાંધીનગર ખાતે ઝીકા વાયરસનો કેસ સામે આવી રહ્યો છે. સેક્ટર 5માં રહેતા એક વ્યક્તિનો ઝીકા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શંકાસ્પદ કેસના પગલે આસપાસના સેકટરમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.ઝીકા વાયરસ બાબતે આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે.
આરોગ્ય વિભાગની ટીમે સેક્ટર 6,4 અને 13માં ચેકિંગ હાથ ધર્યું છે. 400થી વધુ ઘરમાં 70 ટીમે ફોગિંગની કામગીરી હાથ ધરી છે. સગર્ભા મહિલાઓને ખાસ તકેદારી રાખવા આરોગ્ય વિભાગની અપીલ કરી છે. સેકટર 4માં રહેતી 60 સગર્ભા મહિલાની પણ ચકાસણી કરાઈ છે.
બીજી તરફ બીજી તરફ જામનગરમાં દિવાળી બાદ રોગચાળાએ માથું ઉચક્યું છે. જી.જી. હોસ્પિટલમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા 6 દિવસમાં ડેન્ગ્યૂના 138 પોઝિટિવ કેસ નોંધાયા છે. રોગચાળો ફેલાતા સફાઈ કામગીરીને લઈ વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે.
Published On - 3:05 pm, Thu, 7 November 24