વડોદરા : MS યુનિવર્સિટીમાં 15 વર્ષથી ઓપન એર થિયેટર શોભાના ગાંઠિયા સમાન, જુઓ વીડિયો

વડોદરા : MS યુનિવર્સિટીમાં 15 વર્ષથી ઓપન એર થિયેટર શોભાના ગાંઠિયા સમાન, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 22, 2023 | 4:06 PM

વડોદરાની એમએસ યુનવર્સિટીમાં સત્તાધીશોની બેદકારીના કારણે ઓપન એર થિયેટર ખંડેર બની ગયુ હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. છેલ્લા 15 વર્ષથી ફાયર સેફ્ટીના જરૂરી સાધનોના અભાવે ઓપન એર થિયેટર શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે.

એશિયાની પ્રથમ સંગીત તાલીમ સંસ્થાનું કિંમતી ઘરેણું ખંડેર બની ગયું છે. વડોદરાની એમએસ યુનવર્સિટીમાં સત્તાધીશોની બેદકારીના કારણે ઓપન એર થિયેટર ખંડેર બની ગયુ હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. છેલ્લા 15 વર્ષથી ફાયર સેફ્ટીના જરૂરી સાધનોના અભાવે ઓપન એર થિયેટર શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે.

વિદ્યાર્થીઓએ ઓપન એર થિયેટરનો ઉપયોગ કરવા માટે 1 વર્ષની રાહ જોવી પડે તેમ છે. અહીં ફાયર સેફ્ટીના સાધનો તો છે, પરંતુ તે ઓપન એર થિયેટરમાં જે પ્રકારના સાધનો હોવા જોઈએ તેવા નથી. જેના કારણે કોઈ નાટક તો દૂરની વાત રહી, અહીં વાર્ષિક કાર્યક્રમ પણ યોજી શકાતો નથી. ઓપન એર થિયેટર પર્ફોર્મિંગ આર્ટ્સ અને નાટકના વિદ્યાર્થીઓની આત્મા સમાન છે. કારણ કે અહીંથી જ તેઓ કલાના પાઠ સારી રીતે શીખી શકે છે, પરંતુ એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોની બેદરકારીના કારણે છેલ્લા 15 વર્ષથી તે ભંગારવાડા સમાન બની ગયું છે.

આ પણ વાંચો- ગાંધીનગર: કેબિનેટની બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, શિયાળું કૃષિ મેળા પર ચર્ચા, જુઓ વીડિયો

પર્ફોર્મિંગ ફેકલ્ટીના ડીનના જણાવ્યા પ્રમાણે ઉધઈ, પાણી અને વિપરિત પરિસ્થિતિઓના કારણે લાકડાનું ફ્લોરિંગ બગડી ગયું હતું, પરંતુ તેનું કામ પૂર્ણ કરી દેવાયું છે અને જલ્દીમાં જલ્દી ફાયર સેફ્ટીનું કામ પૂરું થઈ જાય તે માટે પ્રયત્નો કરાઈ રહ્યા હોવાના સત્તાધીશોના દાવા છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો