Ahmedabad ની સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે ઉદ્યોગ ગૃહોની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી
સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે AMCએ 20 ગેરકાયદે કનેક્શન શોધીને કાપી નાખ્યાની ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી છે.હાંસોલ પાસે બનેલા નવા મકાનો ગટર લાઇનોમાંથી ગેરકાયદે રીતે નદીમાં પ્રદૂષણ ફેલાવતા કોર્ટમાં રજૂઆત કરાઈ છે
અમદાવાદની સાબરમતી નદીમાં(Sabarmati River)પ્રદૂષણ મુદ્દે ઉદ્યોગ ગૃહોને(Industries)સુપ્રીમ કોર્ટનો(Supreme Court)ઝટકો મળ્યો છે. જેમાં ઉદ્યોગ ગૃહોએ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.ઉદ્યોગ ગૃહોએ અરજીમાં માગણી કરી હતી કે ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી AMCની સુએજ લાઈનમાં નાખવા દેવામાં આવે. જે અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવતા અવલોકન કર્યું છે કે કોઈને પ્રદૂષણ ફેલાવવાની છૂટ ન આપી શકાય.. ઉદ્યોગ ગૃહોની અરજી ટકવાપાત્ર નથી.તો બીજી તરફ સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે AMCએ 20 ગેરકાયદે કનેક્શન શોધીને કાપી નાખ્યાની ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી છે.હાંસોલ પાસે બનેલા નવા મકાનો ગટર લાઇનોમાંથી ગેરકાયદે રીતે નદીમાં પ્રદૂષણ ફેલાવતા કોર્ટમાં રજૂઆત કરાઈ છે.. હાઈકોર્ટે આવા યુનિટ સામે કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.ગાંધીનગર મહાનગરપાલિકાની હદમાંથી પણ સાબરમતીમાં પ્રદૂષિત પાણી છોડાતું હોવાની વિગતો આવી સામે આવી છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ડ્રોન સર્વેલન્સ શરૂ કરશે
હાઈકોર્ટે ગાંધીનગર મહાનગરપાલિકાને પણ આ કેસમાં પક્ષકાર તરીકે જોડાવા હુકમ કર્યો છે.. હાઈકોર્ટે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરને નોટિસ ફટકારી છે. કોર્ટના આદેશથી સાબરમતી નદીમાં ફેલાતું પ્રદૂષણ ડામવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ડ્રોન સર્વેલન્સ શરૂ કરશે.. આ અંગે વધુ સુનાવણી 8 એપ્રિલે હાથ ધરાશે.
આ પણ વાંચો : Rajkot : કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ અંગે ટિપ્પણી મુદ્દે ભાજપ યુવા મોરચાએ અરવિંદ કેજરીવાલના પૂતળાનું દહન કર્યુ