પોલીસ ગ્રેડ પે મુદ્દે આંદોલન કરનારા પોલીસ કર્મીઓ પરના કેસ પરત લેવા ધારાસભ્ય કિરીટ પટેલની માંગ

કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું છે કે આમાં અત્યાર સુધી ૫૦૦થી વઘુ ફરિયાદો થઈ છે અને તે રદ કરવી અને સસ્પેન્ડ કરેલા પોલીસ કર્મીઓ સામેની કાર્યવાહી પણ રદ કરવી જોઇએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 8:19 PM

ગુજરાતમાં(Gujarat)પોલીસ ગ્રેડ પે(Police Grade Pay)મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે(Kirit Patel) ગ્રેડ પે મુદ્દે સરકારની આંખો ખોલનારા અને અન્યાયની રજૂઆત કરનારા પોલીસ કર્મીઓ પર કરવામાં આવેલા કેસ(Case)પરત લેવાની માંગ કરી છે. આ અંગે ધારાસભ્ય કિરીટ પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને આ ફરિયાદ રદ કરવાની માંગ કરી છે.

કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું છે કે આમાં અત્યાર સુધી ૫૦૦થી વઘુ ફરિયાદો થઈ છે અને તે રદ કરવી અને સસ્પેન્ડ કરેલા પોલીસ કર્મીઓ સામેની કાર્યવાહી પણ રદ કરવી જોઇએ. રાજ્યના ગ્રેડ પે મુદ્દે ચાર દિવસ ચાલેલા આંદોલને વેગ પકડ્યો હતો. જો કે તેની બાદ ગુજરાત પોલીસ વડાએ આ મુદ્દે સમિતિ રચનાની જાહેરાત કરી હતી અને સોશિયલ મીડિયા પર આંદોલન ન ચલાવવા પોલીસ કર્મીઓને તાકીદ કરી હતી.

જો કે તેની બાદ ગુજરાતના જિલ્લા પોલીસ વડાની સૂચનાથી રાજ્યભરના અલગ અલગ સ્થળોએ આંદોલન ચલાવનારા અને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બદલ કર્મચારીઓ વિરુદ્ધહ કાર્યવાહીની શરૂઆત કરી હતી. તેમજ બીજી તરફ પોલીસ કર્મીના પ્રશ્નોના નિરાકરણ માટે સમિતિની રચના કરી તેમના પ્રશ્નો સાંભળવાની પણ શરૂઆત કરવામાં આવી છે.

જે અંતર્ગત આ સમિતિની પ્રથમ બેઠક 3 નવેમ્બરના રોજ ગાંઘીનગર એસપી ઓફિસ ખાતે મળી હતી. જેમાં અલગ અલગ જિલ્લાના પોલીસ કર્મીઓના પ્રશ્નોને સાંભળવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :  વડોદરામાં દિવાળીના રોજ સ્વામિનારાયણ મંદિરમાં સામૂહિક ચોપડા પૂજન યોજાયું

આ પણ વાંચો : જામનગરના જાણીતા સાહિત્યકાર સ્વ.હરકિસન જોશીને તેમની કવિતા સાથે રંગોળી દ્વારા સ્મરણાંજલિ અપાઈ

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">