Patan : ટુ વ્હીલર પર વીડિયો કોલ પર વાત કરતા યુવકનો મોબાઇલ બ્લાસ્ટ, ઘટના સ્થળ પર જ યુવકનું મોત, જુઓ Video
પાટણ જિલ્લાના સિદ્ધપુરના બિલિયા ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં યુવકનું કમકમાટીભર્યું મોત થયું છે. દેવેન્દ્ર પટેલ નામનો યુવક પોતાના મોપેડ પર બેસી વીડિયો કોલ કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
આજકાલ દરેક વ્યક્તિ મોબાઈલમાં રચેલોપચેલો રહે છે. આમ જોવા જઈએ તો, મોબાઈલ થકી ઘણા કામો સરળ બન્યા છે. જો કે, મોબાઈલથી કેટલીકવાર એવા બનાવ બન્યા છે કે જેને જોઈને આપણે દંગ રહી જઈએ છીએ. એવામાં મોબાઈલનો એક એવો કિસ્સો બહાર આવ્યો છે કે જેને જોઈને દરેક વ્યક્તિ હેરાન છે.
પાટણ જિલ્લાના સિદ્ધપુરના બિલિયા ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં યુવકનું મોત થયું છે. દેવેન્દ્ર પટેલ નામનો યુવક પોતાના મોપેડ પર બેસી વીડિયો કોલ કરી રહ્યો હતો, ત્યારે અચાનક જ મોબાઈલ બ્લાસ્ટ થયો અને ગંભીર દુર્ઘટના બની.
આગ એટલી ભયાનક હતી કે યુવકના હાથ, પગ અને શરીરના અન્ય ભાગો દાઝી ગયા હતા. જણાવી દઈએ કે, યુવકના હાથમાં પેટ્રોલનો કેરબો હોવાથી આ ઘટના વધુ ગંભીર બની હતી. પેટ્રોલની આગની ઝપેટમાં આવતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો