Patan માં કમોસમી વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ, ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો, જુઓ VIDEO

|

Mar 19, 2023 | 8:52 AM

કમોસમી વરસાદથી ખેતીના પાકને ભારે નુકસાન થયુ છે. પાટણ-જાલીસણા હાઇવે પાસે આવેલ ખેતરોમાં ઘઉંના ઉભા પાક વરસાદને કારણે આડા પડી ગયા છે.

ગુજરાતમાં પાટણમાં બદલાયેલ હવામાનના લીધે કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે. ફાગણ મહિનામાં જાણે અષાઢી માહોલ જામ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. કમોસમી વરસાદથી ખેતીના પાકને ભારે નુકસાન થયુ છે. પાટણ-જાલીસણા હાઇવે પાસે આવેલ ખેતરોમાં ઘઉંના ઉભા પાક વરસાદને કારણે આડા પડી ગયા છે.

તો કપાસ, એરંડા અને તમાકુના પાકને પણ ભારે નુકસાન થયુ છે. મહત્વનું છે કે પાટણ અને આજુબાજુના વિસ્તારોમાં સરેરાશ દોઢથી બે ઇંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે કમોસમી વરસાદે હાલ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો

પાટણમાં પડેલા ભારે વરસાદના પગલે શાળામાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેમાં ધોધમાર વરસાદથી BM સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેના પગલે નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તેમજ ટ્રેકટર અને પાલિકાના વાહનો દ્વારા વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. જેમાં 208  બાળકો અને ફસાયેલા વાલીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ હતુ.

હજુ પણ ખેડૂતો પર માવઠાનુ સંકટ

ગુજરાતમાં હજુ બે દિવસ સુધી કમોસમી વરસાદનો માહોલ જોવા મળશે. 21 માર્ચના ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. 21 થી 22 માર્ચે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે એ પહેલા આજે ગાંધીનગર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

(વીથ ઈનપૂટ- નરેન્દ્ર રાઠોડ, પાટણ)

Next Video