Patan: ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાંથી દારુની બોટલો મળવાનો મામલો, NSUI એ દેખાવો કર્યા, જુઓ Video
પાટણમાં આવેલ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાંથી દારુની બોટલો મળી આવી હતી. કેમ્પસ વિસ્તારમાંથી દારુની બોટલો મળી આવવાને લઈ NSUI દ્વારા આ મામલે મંગળવારે દેખાવો કરવામાં આવ્યા હતા. શિક્ષણના ધામમાં જ દારુની ખાલી બોટલો મળી આવવાને લઈ વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપ્યો હતો. વિદ્યાર્થીઓ સાથે મળીને NSUI દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ Amul ના નામે અંબાજી મંદિર પ્રસાદ માટે નકલી ઘી સપ્લાયનો મામલો, સાબરડેરીના અધિકારીએ કર્યો મોટો ખુલાસો
યુનિવર્સિટીના રજીસ્ટ્રારે આ મામલે સ્થાનિક પોલીસને લેખિત અરજી કરી છે. વિરોધને પગલે યુનિવર્સિટીમાં પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ અને કેમ્પસને સલામતીના પગલા પોલીસે હાથ ધર્યા હતા. બોટલો મળવાને લઈ રજીસ્ટ્રારે મીડિયા સમક્ષ કહ્યુ હતુ કે, આ મામલે અમે પત્ર પોલીસને લખ્યો છે. જે તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત અમે CCTV કેમેરાના ફૂટેજ પર ચકાસીશુ. કેમ્પસના કેન્ટીન નજીકના વિસ્તાર સહિત કેટલાક સ્થળોએથી દારુની ખાલી બોટલો મળતા વિવાદ સર્જાયો હતો.