PATAN : ઉશ્કેરણીજનક ભાષણ બદલ બસપાના કોર્પોરેટર અનિલ સોલંકીની ધરપકડ

|

Jan 06, 2022 | 1:43 PM

સિદ્ધપુર (Siddhpur)શહેરમાં વોર્ડ નંબર -09ના કોર્પોરટર અનિલ સોલંકી દ્વારા એક જાહેર સભામાં ઉશ્કેરણીજનક ટિપ્પણી (Provocative speech)કરતાં સમગ્ર બ્રહ્મ સમાજ અને વૈષ્ણવ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

પાટણના(Patan) સિદ્ધપુરના પાલિકાના નગરસેવક (Corporator)અનિલ સોલંકીની(Anil Solanki) ધરપકડ કરાઈ છે. બસપાના (BSP) કોર્પોરેટર અનિલ સોલંકી પર બ્રહ્મ અને વૈષ્ણવ સમાજ સામે ઉશ્કેરણીજનક ભાષણ (Provocative speech)કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

કોર્પોરેટર અનિલ સોલંકીએ જાહેર સભાને સંબોધતાં બ્રહ્મ અને વૈષ્ણવ સમાજ પ્રત્યે અપમાનજનક ભાષણ કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં (Video Viral) વાયરલ થયો હતો. આ ઉશ્કેરણીજનક ભાષણને પગલે બ્રહ્મ અને વૈષ્ણવ સમાજમાં રોષ ફેલાયો હતો. આ મામલે બંને સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. સાથે જ સમાજ દ્વારા અનિલ સોલંકી સામે કડકમાં કડક કાર્યવાહીની કરવાની માગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અનિલ સોલંકીએ અગાઉ 2021માં પણ બે સમાજ વચ્ચે શાંતિ ડહોળાય તેવું ભાષણ કર્યું હતું.

સિદ્ધપુર (Siddhpur)શહેરમાં વોર્ડ નંબર -09ના કોર્પોરટર અનિલ સોલંકી દ્વારા એક જાહેર સભામાં ઉશ્કેરણીજનક ટિપ્પણી (Provocative speech)કરતાં સમગ્ર બ્રહ્મ સમાજ અને વૈષ્ણવ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જેને લઈને સિદ્ધપુર બ્રહ્મ સમાજના યુવાન દ્વારા નગરસેવક સામે ફરિયાદ નોંધાવતાં સિદ્ધપુર પોલીસે અનિલ સોલંકીની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : કોરોના સંક્રમણને પગલે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 મોકૂફ રાખવાનો નિર્ણય, પંતગોત્સવ-ફલાવર શૉ રદ

આ પણ વાંચો : Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા સંત સંમેલનમાં હાજર 40 લોકો કોરોના સંક્રમિત

Next Video