Patan Breaking News : પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video

| Updated on: Jun 04, 2026 | 11:15 AM

ફ્લેટમાં અચાનક ACમાં જોરદાર વિસ્ફોટ થતા અંદર હાજર મહિલાનું મોત થયું હતુ. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.

પાટણ શહેરના પદ્મનાભ વિસ્તારમાં આવેલી એક ફ્લેટ સ્કીમમાં ACમાં થયેલા બ્લાસ્ટને કારણે દુઃખદ ઘટના બની હતી. ફ્લેટમાં અચાનક ACમાં જોરદાર વિસ્ફોટ થતા અંદર હાજર મહિલાનું મોત થયું હતુ. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.

ACમાં બ્લાસ્ટ થતા મહિલાનું મોત !

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક મહિલા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. બ્લાસ્ટ બાદ તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં પોલીસ અને અન્ય સંબંધિત એજન્સીઓએ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. ACમાં બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ જાણવા માટે ટેક્નિકલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં વિદ્યુત ખામી અથવા ટેક્નિકલ ત્રુટિની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મૃતદેહને PM માટે મોકલવામાં આવ્યો

મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ ઘટનાનું ચોક્કસ કારણ સામે આવશે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Jun 04, 2026 11:13 AM
Follow Us