ATSના અધિકારી તરીકેની ઓળખ આપી સોનુ લાવનાર મુસાફરનું કર્યુ ફિલ્મી ઢબે કર્યુ અપહરણ, પોલીસે ચારેય ખુરાફાતી આરોપીની કરી ધરપકડ- વીડિયો
અમદાવાદ ઍરપોર્ટ પર એટીએસના અધિકારીના સ્વાંગમાં લૂંટ કરનારા 4 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. દુબઈથી સોનુ લઈને આવેલા દાનિશ શેખ નામના શખ્સની અન્ય આરોપીએએ એટીએસના અધિકારી તરીકેની ઓળખ આપી ફિલ્મી સ્ટાઈલમાં અપહરણ કરી ત્રણ શખ્સો કારમાં બેસાડીને લઈ ગયા અને તેની પાસેથી પડાવી લીધુ સોનુ. જોકે ચારેય આરોપીઓ આવી ગયા છે પોલીસ સકંજામાં. વાંચો..
અમદાવાદ ઍરપોર્ટ પર દુબઈથી સોનાની દાણચોરી કરીને એક શખ્સ ઉતરે છે. એ જ સમયે એ શખ્સનું એટીએસના અધિકારી તરીકેની ઓળખ આપી એક શખ્સ તેને લઈ જાય છે અને તેની સાથે રહેલા શખ્સો તેના કારમાં બેસાડી ફિલ્મી ઢબે અપહરણ કરી લઈ જાય છે. દુબઈથી સોનુ લઈને આવેલા શખ્સનું નામ દાનિશ શેખ છે. દાનિશ શેખનું ત્રણ શખ્સો અપહરણ કરે છે અને તેને કોઈ ફ્લેટ પર લઈ જઈ તેની પાસે રહેલુ 50 લાખની કિંમતનું સોનું પડાવી લે છે. દુબઈથી સોનુ લાવનાર દાનિશળ તેના મિત્રના કહેવાથી દુબઈથી ગેરકાયદે સોનુ લઈને ઈન્ડિયા આવ્યો હતો. પોલીસે ફરિયાદને આધારે ચારેય શખ્સોની ધરપકડ કરી છે.
એટીએસને અપહરણની મળી હતી અરજી
સમગ્ર ઘટનાની હકીકત અનુસાર એક વ્યક્તિના અપહરણની એટીએસને અરજી મળી હતી. આ અંગે તપાસ કરતા સામે આવ્યુ કે હારુન હાજીભાઈ શેખ, નગીન પઠાણ, નદીમખઆન પઠાણ, અયુબખામ પઠાણે મળીને અપહરણ અને લૂંટનો પ્લાન ઘડ્યો હતો. એટીએસએ ગુનામાં સામેલ ચારેય લોકોની ધરપકડ કરી છે. પોલીસે અપહરણની અરજી અંગે તપાસ કરતા સામે આવ્યુ કે અરજી સાચી કરાઈ હતી. આથી ઍરપોર્ટ પોલીસને જાણ કરાઈ હતી. જેના આધારે હારુન શેખની ફરિયાદને આધારે ચારેયની ધરપકડ કરી છે.
દાણચોરીમાં મુંબઈ કનેક્શન આવ્યુ સામે, સમગ્ર કાંડમાં એક મહિલાની પણ સંડોવણી હોવાનું ખૂલ્યુ
ઉંડાણપૂર્વની તપાસ દરમિયામ સમગ્ર કેસમાં દાણચોરીનું મુંબઈ કનેક્શન પણ સામે આવ્યુ છે. આરોપી અયુબ મુસાની પૂછપરછમાં સામે આવ્યુ કે મુંબઈના અકબર નામના વ્યક્તિ દ્વારા અયુબખાનના મોબાઈલમાં અપહ્યત દાનિશ શેખનો ફોટો મોકલવામાં આવ્યો હતો. જેના આધારે જ અપહરણનો પ્લાન ઘડાયો હતો. પોલીસના દાવા અનુસાર આ કેસમાં એક મહિલાની પણ સંડોવણી સામે આવી છે. જે હજુ પોલીસ પકડથી દૂર છે. આ ખુરાફાતી કેસને ઉકેલવો પોલીસ માટે પણ કોઈ પડકારથી ઓછો નથી. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે દાણચોરીનું સોનુ લાવનાર દાનિશ દ્વારા જ સમગ્ર તરકટ રચવામાં આવ્યુ છે કે કેમ.