Navsari : હિદાયતનગરમાં જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જુઓ Video

|

Jul 31, 2023 | 8:54 AM

નવસારીના હિદાયતનગરમાં આવેલ પૂરના પાણીમાં ઘરોને નુકશાન થયું હતું. જેના કારણે 4 જેટલા જર્જરિત મકાનનો પાછળનો ભાગ ધરાશાયી થયો છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Navsari : નવસારી શહેરમાં પડેલા ભારે વરસાદને (Heavy Rain) કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમુક વિસ્તારોમાં તો કેડસમા પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે હિદાયતનગરમાં આવેલ પૂરના પાણીમાં ઘરોને નુકશાન થયું હતું. જેના કારણે 4 જેટલા જર્જરિત મકાનનો પાછળનો ભાગ ધરાશાયી થયો છે.

આ પણ વાંચો નવસારીના પારસી સોસાયટીમાં પકડાયું ગેરકાયદે ચંદન, આરોપીઓને જામીન પર કરાયા મુક્ત, જુઓ Video

નવસારી શહેરમાં જર્જરીત મકાનોના ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. હિદાયતનગરમાં આવેલા 4 જેટલા જર્જરિત મકાનનો પાછળનો ભાગ ધરાશાયી થયો હતો. ઘટનાની જાણ થતાં વિજલપોર નગરપાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અચાનક 4 મકાનનો પાછળનો ભાગ ધરાશાયી થતા પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video