ડીસા નજીક કારમાં લાગી આગ, બળીને ખાખ થઈ ગઈ, ફાયર ટીમે મેળવ્યો કાબૂ, જુઓ

ડીસા નજીક કારમાં લાગી આગ, બળીને ખાખ થઈ ગઈ, ફાયર ટીમે મેળવ્યો કાબૂ, જુઓ

| Edited By: | Updated on: Nov 17, 2023 | 4:33 PM

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી નજીક એક કારમાં અચાનક જ આગ લાગતા બળીને ખાખ થઈ ગઈ હતી. કાર રોડની સાઈડ પર પાર્ક કરેલી હોવાને લઈ અંદર રોઈ મુસાફર નહોતુ. જેને લઈ કોઈ જાનહાની નહીં થતા રાહત સર્જાઈ હતી. આગ લાગવાનુ સ્પષ્ટ કારણ સામે આવી શક્યુ નથી. પરંતુ સમયસર સ્થાનિક લોકો અને ફાયર ટીમ દોડી આવતા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

ડીસાના ભીલડી નજીક એક કારમાં અચાનક આગ લાગી હતી. એકાએક જ કારમાંથી આગની જ્વાળાઓ નિકળવા લાગતા જ પળવારમાં જ આખીય કાર આગમાં લપેટાઈ ગઈ હતી. કારમાં કોઈ મુસાફર નહીં હોવાને લઈ કારણે કોઈ જાનહાની નહીં થતા મોટી રાહત સર્જાઈ હતી. કાર રોડની સાઈડમાં પાર્ક કરેલી હતી એ દરમિયાન આગ લાગી હતી. ઘટના બાદ સ્થાનિક લોકો પણ બચાવ માટે તુરત જ કાર તરફ દોડી આવ્યા હતા. કારમાં લાગેલી આગને સ્થાનિકોએ બુઝાવવા માટે પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ  હિંમતનગર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જતી ટ્રેન ભરચક, જુઓ

ઘટનાને લઈ ફાયર બ્રિગેડને જાણ કરાતા ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગને પગલે ભીલડીમાં હાઈવેના ઓવરબ્રિજ પાસે અફરાતફરી મચી હતી. ઘટનામાં કાર સંપૂર્ણ રીતે આગમાં ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાને લઈ કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યુ નથી.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 17, 2023 04:32 PM