સાબરકાંઠાઃ વેલેન્ટાઇન ડે નહીં માતૃ-પૂજન દિવસ ઉજવાયો, શાળામાં કરાય છે અનોખી ઉજવણી
વેલેન્ટાઇન્સ ડેના દિવસે યુવાનો અને યુવતીઓ એકબીજાને ગિફ્ટ આપીને ઉજવણી કરવામાં આવતા હોય છે. આમ તો 14 ફેબ્રુઆરીમાં વેલેન્ટાઇન્સ ડે એક પ્રેમના દિવસ તરીકે જ જોવામાં આવતું હોય છે. પરંતુ હિંમતનગરની એક શાળામાં દર વર્ષે 14 ફેબ્રુઆરીએ માતા-પિતાનું પૂજન કરવામાં આવતું હોય છે.
અનોખી ઉજવણી
Follow us on
હિંમતનગરના ગાયત્રી મંદિર પાસે આવેલા રોટરી સરસ્વતી વિદ્યાલયમાં દર વર્ષની જેમ શાળામાં બાળકોને સંસ્કારનો સિંચન થાય તે માટે બાળકોના તેમના માતા પિતાનું પૂજન કરાવ્યું હતું. વેલેન્ટાઈન ડે નહીં પણ માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે.
બાળકો સૌથી વધારે માતા પિતાનો પ્રેમ કરતો હોય છે જેને લઇને વેલેન્ટાઈન ડે ના દિવસે બાલ મંદિર થી લઈને ધો.12ના બાળકોએ તેમના માતા-પિતાઓનું કુમકુમ તિલક કરી અક્ષત અર્પણ કરી અને પ્રદક્ષિણા કરીને આર્શીવાદ મેળવ્યા હતા. રોટરી સરસ્વતી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તથા શિક્ષકોઓ માતૃ-પિતૃ પૂજનમાં જોડાયા હતા.