Ahmedabad: ઉદગમ સ્કૂલના મનસ્વી નિર્ણય સામે વાલીઓનો વિરોધ, ટ્રાન્સપોર્ટેશનની સમસ્યાના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી

| Edited By: | Updated on: Apr 05, 2022 | 12:31 PM

અમદાવાદની ઉદ્દગમ સ્કૂલમાં ટ્રાન્સપોર્ટ સેવા નહીં મળતા વિદ્યાર્થીઓ અટવાયા હતા. ટ્રાન્સપોર્ટ સેવા નહીં મળતા 700થી 800 બાળકોને તકલીફ પડી હતી. સ્કૂલ બસ નહીં આવતા નાના બાળકો બપોરના 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી બસની રાહ જોઈ બેસી રહ્યા હતા.

અમદાવાદ (Ahmedabad)ની ઉદગમ સ્કૂલ (Udgam School)ના ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા અંગે વાલીઓ (Parents) રજૂઆત કરવા પહોંચ્યા હતા. જો કે આ દરમિયાન શાળા સંચાલકોનો મનસ્વી નિર્ણય જોવા મળ્યો. વાલીઓ સ્કૂલમાં પ્રવેશે તે પહેલા દરવાજા પર બાઉન્સર ગોઠવી દેવાયા હતા. બાઉન્સરોએ વાલીઓને સ્કૂલમાં પ્રવેશતા અટકાવ્યા હતા. ઉદગમ સ્કૂલમાં વાલીઓને પ્રવેશ ન અપાતા મામલો બીચક્યો હતો. વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. મામલો એટલો ઉગ્ર બની ગયો હતો કે વાલીઓએ પોલીસ બોલાવવી પડી હતી.

અમદાવાદની ઉદ્દગમ સ્કૂલમાં ટ્રાન્સપોર્ટ સેવા નહીં મળતા વિદ્યાર્થીઓ અટવાયા હતા. ટ્રાન્સપોર્ટ સેવા નહીં મળતા 700થી 800 બાળકોને તકલીફ પડી હતી. સ્કૂલ બસ નહીં આવતા નાના બાળકો બપોરના 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી બસની રાહ જોઈ બેસી રહ્યા હતા. આગ ઝરતી ગરમીમાં ભરબપોરે ભૂખના માર્યા વિદ્યાર્થીઓ રડી રહ્યા હતા. આ તરફ શાળામાં ફોન કરતા યોગ્ય જવાબ ન મળતા વાલીઓમાં પણ ભારે રોષ વ્યાપ્યો હતો. જેથી આજથી જ ટ્રાન્સપોર્ટ માટે વાહનો શરૂ કરવામાં આવ્યા અને પહેલા જ દિવસે વાહનો સમયસર ન પહોંચતા વાલીઓ રોષે ભરાયા હતા.

આ ઘટના બાદ ઉદગમ સ્કૂલના મેનેજમેન્ટે ટ્રાન્સપોર્ટની સમસ્યાની નોંધ લીધી હતી. જે અંતર્ગત આવતીકાલથી 6 એપ્રિલ સુધી ધોરણ-1 થી 5ના બાળકો માટે ઓનલાઈન સ્કૂલ શરૂ રાખવાનો નિર્ણય લીધો છે. તો ધોરણ-6થી 11ના બાળકો માટે 5 એપ્રિલ એક દિવસ પૂરતી ઓનલાઈન શાળા રહેશે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ પોતાની રીતે શાળામાં પહોંચી ઓફલાઇન કલાસ એટેન્ડ કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સુચારુ રીતે શરૂ થશે ત્યાર પછી જ ઓફલાઇન કલાસ શરૂ કરવાનો નિર્ણય શાળા પ્રશાસને લીધો છે. જો કે DEOની પરવાનગી વગર ચાલુ દિવસમાં બાળકો માટે રજા જાહેર કરતા પણ વિવાદ થયો છે.

આ પણ વાંચો-

Ahmedabad: ભુપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ભાજપનુ સંમેલન, રિવરફ્રન્ટ ખાતે 10 હજાર કાર્યકર્તા એકઠા થશે

આ પણ વાંચો-

વડોદરા શહેર જિલ્લામાં કોવિડ – 19 થી મૃત્યુના કિસ્સામાં 10407 મૃતકોના વારસદારોને રૂ.52 કરોડની સહાય ચૂકવવામાં આવી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-