Panchmahal Video : પાવાગઢમાં મંદિરના ગર્ભગૃહમાં પણ તિરંગો લહેરાયો, ભક્તોએ મંદિરમાં રાષ્ટ્રગીત ગાયુ

| Edited By: | Updated on: Aug 15, 2023 | 10:05 AM

પંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ પાવાગઢમાં પણ દેશભક્તિનો રંગ જોવા મળ્યો. શક્તિપીઠ પાવાગઢમાં દેશભક્તિનો (Patriotism) અનોખો રંગ જોવા મળ્યો.

Panchmahal : આજે દેશભરમાં 15 ઓગસ્ટના સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ પાવાગઢમાં પણ દેશભક્તિનો રંગ જોવા મળ્યો. શક્તિપીઠ પાવાગઢમાં દેશભક્તિનો (Patriotism) અનોખો રંગ જોવા મળ્યો. પાવાગઢમાં મંદિરના (Pavagadh Temple) ગર્ભગૃહમાં પણ તિરંગો લહેરાયો હતો. મહાકાળી માતાજીના ગર્ભગૃહને તિરંગાથી સજાવવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં આવેલા ભક્તોએ મંદિરના ગર્ભગૃહમાં રાષ્ટ્રગીત ગાયુ હતુ. તો આ સાથે જ પાવાગઢ મંદિર માતાજી સાથે ભારત માતા કી જયના નારા ગુંજ્યા હતા.

આ પણ વાંચો- Gujarati Video: વડોદરાથી અમદાવાદ જઈ રહેલી ટ્રેનનો ડબ્બો ટ્રેક પરથી ખળી પડ્યો, 14 અને 15 ઓગસ્ટની અનેક ટ્રેન રદ

પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો