પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ, જુઓ વીડિયો
કાલોલ સરકારી ગોડાઉનમાં અમદાવાદની પ્રકાશ એગ્રો એજન્સીમાંથી તૂવેર દાળનો જથ્થો આવ્યો હતો. અંદાજે 19 ટન જેટલો જથ્થો પ્રકાશ એજન્સીમાંથી આવ્યો હતો. જેને લઇ પુરવઠા વિભાગે દાળના નમૂના લઈ તપાસ માટે મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આવતાં આ દાળ ખાવા લાયક ન હોવાનું સામે આવ્યું છે.
પંચમહાલના કાલોલ સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવામાં આવેલા તૂવેરદાળના નમૂના ફેલ થયા છે. સરકારી ગોડાઉનમાંથી લેવાયેલ 19 ટન તુવેરદાળના નમૂના ફેલ થયા છે. જેથી હવે તમામ જથ્થો પરત મોકલાશે અને નવો જથ્થો આવ્યા બાદ ફરી તપાસ કરી વિતરણ કરાશે.
આ પણ વાંચો પંચમહાલઃ ગરીબોનું અનાજ સગેવગે કરનારા સામે કાર્યવાહી, 11 દુકાનદારોના પરવાના રદ કરાયા
ઉલ્લેખનીય છે કે, કાલોલ સરકારી ગોડાઉનમાં અમદાવાદની પ્રકાશ એગ્રો એજન્સીમાંથી તૂવેર દાળનો જથ્થો આવ્યો હતો. અંદાજે 19 ટન જેટલો જથ્થો પ્રકાશ એજન્સીમાંથી આવ્યો હતો. જેને લઇ પુરવઠા વિભાગે દાળના નમૂના લઈ તપાસ માટે મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આવતાં આ દાળ ખાવા લાયક ન હોવાનું સામે આવ્યું છે.