પંચમહાલ : અધિકારીઓના વાહનની જાસૂસીનો કેસ, 18 ઇસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

પંચમહાલ : અધિકારીઓના વાહનની જાસૂસીનો કેસ, 18 ઇસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

| Edited By: | Updated on: Dec 17, 2023 | 5:00 PM

આ જાસૂસી ખનીજ માફીયાઓ, ભૂમાફીયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો દ્વારા કરાતી હતી. આ મુદ્દે ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કેસમાં ઝડપાયેલા 18 ઇસમો વિરૂદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓની જાસૂસી મામલે કાલોલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જાસૂસી ખનીજ માફીયાઓ, ભૂમાફીયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો દ્વારા કરાતી હતી આ મુદ્દે ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કેસમાં ઝડપાયેલા 18 ઇસમો વિરૂદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો ગુજરાતમાં ફરી એક જાસુસી કૌભાંડ ! ખનીજ અને ભૂમાફીયાઓનું મોટુ ષડયંત્ર, પાંચ આરોપી સકંજામાં

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ગેરકાયદે પ્રવૃતિ કરનારા લોકોએ સરકારી અધિકારીઓ પર નજર રાખવા એક સોશિયલ મીડિયા ગ્રુપ બનાવ્યું હતું અને માહિતી મોકલવા માટે ચોક્કસ સ્થળો પર કેટલાક શખ્સોને પણ ઉભા રાખ્યા હતા.જે તમામ માહિતી શેર કરતા હતા કે અધિકારી ક્યાં જાય છે ક્યા સ્થળ પર છે અને વાહનનો નંબર અને લોકેશન પણ મોકલતા હતા.

(With Input : Nikunj Patel)

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો