Panchmahal : પંચામૃત ડેરીએ પશુપાલકોને ભેટ આપી, દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટ દીઠ રૂપિયા 20 નો વધારો કર્યો
આગામી ઉનાળાની સીઝન અને મોંઘવારીને ધ્યાને લઈ પશુપાલકોને ભાવ વધારો ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ 21 માર્ચથી પશુપાલકોને નવો ભાવ ચૂકવાશે. જેના લીધે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના 2.5 લાખ ઉપરાંત દૂધ ઉત્પાદકોને ભાવ વધારાથી આર્થિક ફાયદો થશે.
પંચમહાલની પંચામૃત ડેરીએ(Panchamrut dairy) પશુપાલકોને હોળીના તહેવારની ભેટ આપી છે. જેમાં પંચામૃત ડેરી દ્વારા દૂધના (Milk Procurment) ખરીદ ભાવમાં કિલો ફેટ દીઠ રૂપિયા 20 નો વધારો આપવામાં આવ્યો છે. જેના પગલે પહેલા કિલો ફેટ દીઠ રૂપિયા 690 ચૂકવાતો હતો, જેમાં રૂપિયા 20નો વધારો કરી હવે પશુપાલકોને 710 રૂપિયા કિલો ફેટ દીઠ ચૂકવાશે.તેમજ ભેંસના “એ” ગ્રેડના દૂધમાં પણ રૂ.20 નો વધારો કરી રૂ.730 ચૂકવવાનું પણ નક્કી કરાયું પંચામૃત ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા પશુપાલકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ આગામી ઉનાળાની સીઝન અને મોંઘવારીને ધ્યાને લઈ પશુપાલકોને ભાવ વધારો ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ 21 માર્ચથી પશુપાલકોને નવો ભાવ ચૂકવાશે. જેના લીધે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના 2.5 લાખ ઉપરાંત દૂધ ઉત્પાદકોને ભાવ વધારાથી આર્થિક ફાયદો થશે.
આ ઉપરાંત પંચામૃત ડેરીએ પશુપાલકોના હિતમાં ઐતિહાસિક નિર્ણય પણ લીધો છે. જેમાં બકરીઓ રાખતા પશુપાલકો પાસેથી મંડળી કક્ષાએ જ બકરીનું દૂધ સ્વીકારવાનું શરૂ કરવામાં આવશે. તેમજ ગાય અને ભેંસની જેમ દર 10 દિવસે બકરીના દૂધના અલગ પૈસા સંઘ ચૂકવશે. તેમજ પંચામૃત ડેરીના નિર્ણયથી બકરી રાખતા હજારો ગરીબ પરિવારોને આર્થિક મદદ મળશે.ઉલ્લેખનીય છે કે પંચમહાલની પંચામૃત ડેરીએ આ પૂર્વે સપ્ટેમ્બર માસમાં દુધના કિલો ફેટ દીઠ 10 રૂપિયા નો વધારો પશુપાલકોને ચૂકવ્યો હતો. પહેલાના કિલો ફેટ દીઠ ભાવ 660 માં 10 રૂપિયા વધારતા 670 રૂપિયા કિલો ફેટ નવો ભાવ થયો હતો.
આ પણ વાંચો : Ahmedabad : ટુંકો રસ્તો અપનાવી પૈસા કમાવવાનું મોટું કારસ્તાન, બે આરોપી પોલીસ ગિરફ્તમાં
આ પણ વાંચો : Ahmedabad : લાલદરવાજાની ઉડીપી રેસ્ટોરન્ટમાં સ્પ્રિંગ ઢોસામાંથી મરેલો વંદો નીકળ્યો