Panchmahal : ભારતમાલા પ્રોજેક્ટને કારણે ગામના બે ભાગ પડ્યા, વૈકલ્પિક માર્ગ બનાવવા માટે સ્થાનિકોની રજૂઆત, જુઓ Video

| Edited By: | Updated on: Apr 17, 2023 | 9:59 AM

પંચમહાલમાં કોરિડોર નહોતો બન્યો ત્યારે RCC રોડ પરથી વિદ્યાર્થીઓ 3 કિલોમીટર દૂર આવેલી શાળામાં અભ્યાસ માટે જતા હતા.. પરંતુ કોરિડોર બનવાથી આ RCC રોડ તોડી પાડવામાં આવ્યો છે, જેથી હવે વિદ્યાર્થીઓને ઈન્દોર અમદાવાદ હાઈવે તેમજ ટોલનાકુ ઓળંગીને જીવના જોખમે શાળાએ જવું પડી રહ્યું છે.

પંચમહાલ જિલ્લાાના ગોધરા શહેર નજીકથી પસાર થઈ રહેલો દિલ્હી-મુંબઈ કોરિડોરનુ, કેન્દ્ર સરકારના ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ આ પ્રોજેક્ટને કારણે અહીં આવેલા ભામૈયા ગામના બે ભાગ પડી ગયા છે. મહત્વનુ છે કે, આ ગામના મધ્યમાંથી કોરિડોરનું નિર્માણ થતું હોવાથી આ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

વિદ્યાર્થીઓ ઈન્દોર અમદાવાદ હાઈવે ઓળંગીને શાળાએ પહોચશે

ગામના બે ભાગ થઈ જતા વિદ્યાર્થીઓ સૌથી વધુ પરેશાનીનો ભોગ બનશે તેવું માનવમાં આવી રહ્યું છે. કોરિડોર બન્યો નહીં હતો ત્યારે RCC રોડ પરથી વિદ્યાર્થીઓ 3 કિલોમીટર દૂર આવેલી શાળામાં અભ્યાસ માટે જતા હતા. પરંતુ કોરિડોર બનવાથી આ RCC રોડ તોડી દેવામાં આવ્યો છે અને તેના પર કોરિડોર બનાવી દેવામાં આવ્યો છે. જેને પગેલ હવે વિદ્યાર્થીઓને ઈન્દોર અમદાવાદ હાઈવે તેમજ ટોલનાકુ ઓળંગીને જીવના જોખમે શાળાએ જવું પડી રહ્યું છે.

મૌખીક હૈયાધરપત માન્ય નહિ

આ બાબતને લઈ ગામના સરપંચ અને સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે જ્યારે દિલ્લી-મુંબઈ કોરિડોર બનવાનો હતો ત્યારે કાયમી માર્ગ બંધ નહીં કરવા અંગે તેમણે રજૂઆત કરી હતી. આ અંગે પ્રાંત અધિકારી સહિત રોડનું કામ કરતી ખાનગી કંપનીના સંચાલકોએ સ્થાનિકોને મૌખીક હૈયાધરપત પણ આપી હતી. અને ગ્રામજનોની માંગ સંતોષી હતી.

સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો

અગાઉ મૌખિક માંગણી સ્વીકારાઈ તેમ છતાં ગામના લોકો નિયમિત પણે જે રસ્તાનો ઉપયોગ કરતા હતા તેને બંધ કરી દેવામાં આવ્યો. જેથી ગ્રામજનોએ વૈકલ્પિક માર્ગ બનાવી આપવા રજૂઆત કરી પરંતું વૈકલ્પિક માર્ગ પણ ન બનાવી આપતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. જે રસ્તાનો ગ્રામજનો નિયમિત રીતે ઉપયોગ કરતા હતા ત્યાં હાલ ટોકનાકું બનાવી દેવામાં આવ્યું છે અને સ્થાનિકોની રજૂઆતને અવગણીને તેમને અન્ય કોઈ વ્યવસ્થા પણ નહીં કરી આપતા લોકોમાં ભારે રોષ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…