Vav Tharad : પાંચ પટ્ટી આંજણા ચૌધરી પટેલ સમાજે ઘડ્યું તેમનું બંધારણ, પ્રેમ લગ્ન અને સામાજિક રીતિ-રિવાજો અંગે લેવાયો નિર્ણય, જુઓ Video

| Edited By: | Updated on: Feb 14, 2026 | 12:20 PM

પાંચ પટ્ટી આંજણા ચૌધરી પટેલ સમાજે પોતાના સુધારા માટે ઘડાયેલું બંધારણ જાહેર કર્યું છે. થરાદના ચાંગડા ખાતે યોજાયેલા સમારંભમાં થરાદી, ડીસાવળી, હિન્દવણી, વાવેશી અને સાંચોરી પટ્ટી સમાજના સભ્યોએ લગ્ન અને સામાજિક રીતિ-રિવાજો અંગેના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા.

વાવ, થરાદ: પાંચ પટ્ટી આંજણા ચૌધરી પટેલ સમાજે પોતાના સુધારા માટે ઘડાયેલું બંધારણ જાહેર કર્યું છે. થરાદના ચાંગડા ખાતે યોજાયેલા સમારંભમાં થરાદી, ડીસાવળી, હિન્દવણી, વાવેશી અને સાંચોરી પટ્ટી સમાજના સભ્યોએ લગ્ન અને સામાજિક રીતિ-રિવાજો અંગેના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા.

બંધારણ મુજબ લગ્ન પ્રસંગમાં ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. વર અને વરણીને સમાજના પરંપરાગત પોશાક પહેરવા માટે જોગવાઈ કરવામાં આવી છે. લગ્ન મંડપમાં ફેરા દરમિયાન ખુરશી કે સોફા ઉપયોગ પર પણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

લગ્ન માટે આમંત્રણમાં ડિજિટલ અથવા સાદી પત્રિકા છપાવવી ફરજિયાત રાખવામાં આવી છે. સગાઈ પછી સગાઈ તોડનારને રૂ. 7.51 લાખ દંડ ફટકારવામાં આવશે, જ્યારે લગ્ન તોડનારને રૂ. 31 લાખ દંડ ફટકારાશે. આ સાથે જ આવા લોકો એક વર્ષ માટે સમાજ બહાર રાખવામાં આવશે.

દાખલા તરીકે, જો દીકરી સમાજની મંજૂરી વિના લગ્ન કરે તો તેની પરિવારને પણ સમાજ બહાર રાખવાનો નિર્ણય લેવાયો છે. લગ્ન પ્રસંગમાં ચા-કોફી પીવા માટેના કપ પર પણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. સમાજની મહિલાઓ માટે રાત્રિ મેળામાં જવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.

બંધારણ દ્વારા સમાજની પરંપરા અને વિધિ-રિવાજોને આગળ વધારવા તથા અનિયમિતતાઓ અટકાવવા માટે સ્પષ્ટ નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

ગુજરાતના દરેક જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો