Banaskantha: પાલનપુર બ્રિજ સ્લેબ ધરાશાયી થયા બાદ ડાયરેક્ટરની પ્રતિક્રિયા, તપાસ શરુ થતા સહકારની વાત કહી, જુઓ Video

Banaskantha: પાલનપુર બ્રિજ સ્લેબ ધરાશાયી થયા બાદ ડાયરેક્ટરની પ્રતિક્રિયા, તપાસ શરુ થતા સહકારની વાત કહી, જુઓ Video

| Edited By: | Updated on: Oct 24, 2023 | 4:43 PM

Palanpur Bridge slab collapse: પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થવાની ધટનામાં હવે પુલના નિર્માણ કરનારી એજન્સીના તરફથી પ્રતિક્રીયા આપવામાં આવી છે. GPC ઇન્ફ્રા ના ડાયરેક્ટર જીપી ચૌધરીએ ઘટના બાદ હવે પોતાની પ્રતિક્રીયા વીડિયો મારફતે આપી છે. જીપી ચૌધરીએ ઘટના બાદ હવે જીવ ગુમાવનારના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. નિર્માણાધીન પુલનો સ્લેબ ધરાશાયી થવાને લઈ તપાસનો ધમધમાટ શરુ થયો છે.

પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થવાની ધટનામાં હવે પુલના નિર્માણ કરનારી એજન્સીના તરફથી પ્રતિક્રીયા આપવામાં આવી છે. GPC ઇન્ફ્રા ના ડાયરેક્ટર જીપી ચૌધરીએ ઘટના બાદ હવે પોતાની પ્રતિક્રીયા વીડિયો મારફતે આપી છે. જીપી ચૌધરીએ ઘટના બાદ હવે જીવ ગુમાવનારના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. નિર્માણાધીન પુલનો સ્લેબ ધરાશાયી થવાને લઈ તપાસનો ધમધમાટ શરુ થયો છે. આ દરમિયાન હવે તેઓએ તપાસમાં સહકાર આપવાની વાત કરી છે.

આ પણ વાંચોઃ પ્રાંતિજના બ્રહ્માણી માતાની પલ્લી સવારીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી, જુઓ Video

ડાયરેક્ટર જીપી ચૌધરીએ કહ્યુ હતુ કે, અમે અમારા ખર્ચે આ તૂટેલ સ્લેબ ફરીથી નિર્માણ કરીશુ. અમારી સમજ મુજબ કામગીરી બરાબર જ હતી. આગળ પણ કહ્યુ હતુ, કે જીવ ગુમાવનારના પરિવારજનોના પડખે ઉભા રહીશુ. જોકે હવે ઘટના બાદ આ પ્રકારે સંવેદના વ્યક્ત કરાઈ છે, પરંતુ પુલની ગુણવત્તા અને લોકોની સલામતી પ્રત્યે કાળજી અગાઉથી લેવાઈ હોત તો જાનહાની ટાળી શકાઈ હોત એવા પણ સવાલો થઈ રહ્યા છે. જોકે હવે મુખ્યપ્રધાન કાર્યાલયથી તપાસના આદેશ અપાયા છે અને ગુણવત્તાથી લઈ તમામ ચીજોની રજેરજ તપાસ હાથ ધરાશે, આમ હવે સૌની નજર તપાસ કાર્યવાહી પર રહેલી છે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 24, 2023 04:43 PM