Kutch Video : કચ્છ સરહદ પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો, BSFએ હાથ ધરી તપાસ

|

Jun 19, 2024 | 4:36 PM

ભારતમાં કેટલીક વાર ઘૂસણખોરી કરતા લોકો ઝડપાતા હોય છે. ત્યારે ગુજરાતમાં કચ્છની સરહદ પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે.

ભારતમાં ઘણી વાર ઘુસણખોરી કરતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિક ઝડપાતા હોય છે. ત્યારે ફરી એક વાર કચ્છની સરહદ પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે. બોર્ડર પિલર નંબર 1125 નજીક પાકિસ્તાની નાગરિકને ઝડપી પાડ્યો છે. BSFએ પેટ્રોલિંગ દરમિયાન અફઝલ નામનો પાકિસ્તાની નાગરિક ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. પાકિસ્તાન ઘૂસણખોર પાસેથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી નથી. જો કે સમગ્ર મામલે BSFએ વધુ તપાસ હાથ ધરી છે.

14 પાકિસ્તાનીએ ઘુસણખોરી કરતા ઝડપાયા હતા !

આ અગાઉ પોરબંદર જળસીમા નજીકથી 14 પાકિસ્તાની નાગરીકો 86 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. NCB અને ગુજરાત ATSનું દ્વારા આ સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતુ. જેમાં ડ્રગ્સ સહિત પાકિસ્તાની નાગરીકો પણ ઝડપાયા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video