Porbandar: પાકિસ્તાનની જેલમાં બંધ 20 માછીમારનો છુટકારો, માછીમારો આજે માદરે વતન પહોંચશે

|

Jan 24, 2022 | 9:18 AM

માછીમારો લાંબો સમય જેલમાં રહ્યા બાદ માદરે વતન પરત ફરવાના છે, ત્યારે માછીમાર પરિવારો પોતાના સ્વજનના આવવાની તૈયારીઓ કરી રહ્યા છે સાથે જ પાકિસ્તાનની જેલમાં બંધ પોતાના અન્ય સાથીઓને પણ વહેલી તકે મુક્ત કરાવવાની માગ પણ કરી રહ્યા છે.

પાકિસ્તાન (Pakistan)ની જેલમાં યાતના ભોગવતા ગુજરાત સહિતના 20 ભારતીય માછીમારો (fishermen)નું પરિવાર સાથે મિલન થશે. પાકિસ્તાનની સરકારે રવિવારે સાંજે ગુજરાતના આ માછીમારોને મુક્ત કર્યા છે. સોમવારે એટલે કે આજે સાંજ સુધીમાં તમામ માછીમારો વાઘા બોર્ડરે પહોંચી જશે. પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારો આજે માદરે વતન પહોંચશે. સોમવારે એટલે કે આજે સાંજ સુધીમાં તમામ માછીમારો વાઘા બોર્ડ પહોંચી જશે. વાઘા બોર્ડર પર પાકિસ્તાન તમામ માછીમારો ભારતીય સુરક્ષા એજન્સીઓને સોંપશે.

પાકિસ્તાની મરીન દ્વારા માછીમારોનું અપહરણ કરાયા બાદ કોઈ બે વર્ષથી તો કોઈ ત્રણ વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ હતા. તમામના પરિવારજનો પોતાના પરિજન પાકિસ્તાનની જેલમાંથી પરત આવે તેની રાહ જોઈ રહ્યા હતા. બીજી તરફ જેલમાં બંધ માછીમારો પણ પરિવારના વિરહથી દુ:ખી હતા. હવે આ માછીમારો વતન પરત આવવાના છે, ત્યારે માછીમારોના પરિવારોમાં ઉત્સાહ સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

માછીમારો લાંબો સમય જેલમાં રહ્યા બાદ માદરે વતન પરત ફરવાના છે, ત્યારે માછીમાર પરિવારો પોતાના સ્વજનના આવવાની તૈયારીઓ કરી રહ્યા છે સાથે જ પાકિસ્તાનની જેલમાં બંધ પોતાના અન્ય સાથીઓને પણ વહેલી તકે મુક્ત કરાવવાની માગ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો- Vadodara: પાદરામાં કાર ચાલકે પોલીસકર્મી પર કાર ચઢાવવાનો કર્યો પ્રયાસ, જુઓ વીડિયોમાં પછી શું થયુ ?

આ પણ વાંચો- Banaskantha: ભરબજારમાં બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યુ, કેટલાક લોકો માંડ માંડ બચ્યા, જુઓ દ્રશ્યો

Next Video