દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના નિવેદનથી રાજકીય ગરમાવો, રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો કર્યો દાવો- Video
દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના એક નિવેદનથી વિવાદનો મધપૂડો છેડાયો છે. પબુભાએ દાવો કર્યો કે રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોય છે. બધા વેચાવા તૈયાર જ બેઠા છે.
દ્વારકાના ધારાસભ્ય પબુભાએ એક ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદ નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ કે રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોય છે. હમણા હું 25-50 ઓછા કરુ તો ચૂંટણી બિનહરીફ થઈ જાય. બધા વેચાવા તૈયાર જ છે. સામે હવે કઈ વધ્યુ જ નથી. ચૂંટણીનો માહોલ આપણે જ બનાવવાનો છે.
તેમણે ઓખા નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન આ નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ કે ખરેખર ઓખા નગરપાલિકાની જનતાએ આઝાદ થવું જોઈએ અને લોકશાહીના માર્ગે વર્તમાન સમયની નગરપાલિકાની ચૂંટણીમાં પરિવર્તન તરફ મતદાન કરીને જડબાતોડ જવાબ આપવો જોઈએ. જો કે પબુભાના આ નિવેદનથી રાજકીય ભૂકંપ ન સર્જાય તો જ નવાઈ. તાજેતરમાં જ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાની છે અને તેને લઈને કોંગ્રેસ પહેલેથી જ બચાવની મુદ્રામાં દેખાઈ રહી છે. કોંગ્રેસે પૈસાના જોરે અને ધાકધમકીના જોરે ઉમેદવારને તોડવાનો અને ટિકિટ પરત ખેંચાવવાનો આક્ષેપ પણ કર્યો છે. ત્યારે પબુભાના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે.
ભાદરવી પૂનમના દિવસે જ કેમ અંબાજી પહોંચે છે લાખો ભક્તો? જાણો પદયાત્રા પાછળની રસપ્રદ માન્યતા અને ઈતિહાસ
