રાજકોટમાં બેવડી ઋતુના કારણે વકર્યો રોગચાળો, શરદી, ઉધરસ, તાવના 800થી વધુ કેસ નોંધાયા

રાજકોટમાં બેવડી ઋતુના કારણે વકર્યો રોગચાળો, શરદી, ઉધરસ, તાવના 800થી વધુ કેસ નોંધાયા

| Edited By: | Updated on: Dec 20, 2022 | 11:52 PM

Rajkot: ડબલ ઋતુના કારણે શહેરમાં રોગચાળાનુ પ્રમાણ વધ્યુ છે. વાઈરલ કેસમાં વધારો થયો છે. જેમા શરદી, ઉધરસ, તાવના દર્દીઓની સંખ્યા વધી છે. વાઈરસના 800થી વધુ કેસ નોંધાયા છે. 

રાજકોટમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી વાઇરલ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. શરદી, ઉધરસ, તાવના 800થી વધુ કેસ નોંધાયા છે. તો ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુનિયાના 17થી વધુ કેસ સામે આવ્યા છે. શહેરની હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે શહેરમાં રોગચાળો વકરતા મનપાનું આરોગ્ય વિભાગ પણ સક્રિય થઇ ગયુ છે.

સંવેદનશીલ વિસ્તારોમાં મેલેરિયા ટીમ દ્વારા ફોગિંગ કામગીરી હાથ ધરાઈ

મેલેરિયાની ટીમ સંવેદનશીલ વિસ્તારમાં દવાનો છંટકાવ કરી રહી છે. તથા એક્ટિવ કેસ હોય ત્યાં ફોગિંગની કામગીરી હાથ ધરાઇ છે. આરોગ્ય વિભાગની ટીમ ઘરે-ઘરે જઇ સર્વેલન્સની કામગીરી કરી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને કાબૂમાં લેવા લોકોને માહિતગાર કરી રહી છે.  તથા ઓપીડીમાં આવતા દર્દીઓનું સ્ક્રિનિંગ કરી તેની પર સતત દેખરેખ પણ રાખવામાં આવી રહી છે.

રાજ્યમાં જે રીતે બેવડી ઋુતુ ચાલી રહી છે તેને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જ્યારે બીજી તરફ અમદાવાદમાં ઓરીના કેસ વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તો વાયરલ ઈન્ફેક્શન વધવાને કારણે પણ લોકો બીમાર થઈ રહ્યા છે, જેને કારણે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. AMCના અધિકારીઓના જણાવ્યા મુજબ છેલ્લા બે માસમાં ઓરીના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.. શહેરના 25 વિસ્તારોમાં 9 મહિનાથી 5 વર્ષની વય સુધીના બાળકોને ઓરીની રસી આપવાની શરૂઆત કરાઇ છે.. આ ઉપરાંત શંકાસ્પદ કેસ ધરાવતા બાળકોને વિટામીન Aના ઇન્જેક્શન આપવા પણ સૂચના અપાઇ છે.. અત્યાર સુધી 1.38 લાખ બાળકોને ઓરીની વેક્સિન આપવામાં આવી હોવાનો દાવો મનપાએ કર્યો છે.