સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો, એક જ દિવસમાં 30,000 પ્રવાસીઓ પહોંચ્યા

|

Dec 25, 2021 | 7:31 PM

ગુજરાતમાં(Gujarat) નાતાલના(Natal)દિવસે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની(Statue Of Unity)30,000 એ લોકોએ મુલાકાત લીધી છે. તેમજ શનિ રવિના મીની વેકેશન અને 32 ડિસેમ્બર સુધી સ્ટેચયુ ઓફ યુનિટીની ટીકીટનું ઓનલાઇન બુકિંગ ફૂલ થયું છે. તેમજ હાલ પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા નાતાલના વેકેશન દરમ્યાન 1 લાખ પ્રવાસીઓ આવે તેવી આશા રાખી રહ્યા […]

ગુજરાતમાં(Gujarat) નાતાલના(Natal)દિવસે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની(Statue Of Unity)30,000 એ લોકોએ મુલાકાત લીધી છે. તેમજ શનિ રવિના મીની વેકેશન અને 32 ડિસેમ્બર સુધી સ્ટેચયુ ઓફ યુનિટીની ટીકીટનું ઓનલાઇન બુકિંગ ફૂલ થયું છે. તેમજ હાલ પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા નાતાલના વેકેશન દરમ્યાન 1 લાખ પ્રવાસીઓ આવે તેવી આશા રાખી રહ્યા છે

નાતાલનો પર્વને લઈને કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ થી હાઉસફૂલ થઈ ગયું છે.આજના દિવસે અંદાજીત 30 હજાર થી વધુ પ્રવાસીઓ નોંધાયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ ટિકિટો 31 ડિસેમ્બર સુધી બુકિંગ થઈ ગઈ છે. ત્યારે નાતાલના મીની વેકેશન માટે કે કેવડિયા માં પ્રવાસીઓ આવી રહ્યા છે.ઓમીક્રોન હાલ રાજ્યમાં વધી રહ્યો છે. સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગતા પ્રવાસીઓ નાતાલની ઉજવણી માટે કેવડિયા બાજુ વળ્યાં છે.

કેવડિયા નજીકની હોટેલો ટેન્ટસિટીઓ પણ હાઉસફૂલ થઈ ગઈ છે.કોવીડ-19 ની ગાઈડલાઈ ને પ્રાધાન્ય આપી પ્રવાસીઓને ફરજીતયાત માસ્ક અને સેનિગઈઝ ની તંત્રે વ્યવસ્થા કરી છે.જ્યારે ઓનલાઈન ટિકિટો બુક થઈ જતા ઓફલાઇન ટિકિટો ચાલુ કરી અને વધુ 30 થી 40 બસો વધારવામાં આવી છે. આગામી મીની વેકેશન માં પ્રવાસીઓ બહુ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તંત્ર ને 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી માં 1 લાખ પ્રવાસીઓ આવે તેવી આશા પણ રાખી રહ્યા છે.

હાલ રાજ્ય માં ઓમીક્રોન નો કહેર વધી રહ્યો છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો જમાવડો થઈ રહ્યો છે જોકે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે છે કે માસ્ક પહેરો પણ પ્રવાસીઓ સૂચના નું પાલન નથી કર્યા ઘણા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી માં પ્રવેશ મેળવીને માસ્ક કાઢી નાખી ને જાણે ઓમીક્રોનને આમંત્રણ  આપી રહ્યા હોઈ તેમ લાગી રહ્યું છે .

આ પણ વાંચો: AHMEDABAD : યુરિયા ખાતરમાંથી કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, યુરિયાની 276 થેલી જપ્ત

આ પણ વાંચો: Rajkot: અસામાજિક તત્વોના આતંકથી રહીશો પરેશાન, મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ કર્યો

Published On - 7:05 pm, Sat, 25 December 21

Next Video