Vadodara: NBC કંપનીના છુટા થયેલા 100 કર્મચારીના ધારાસભ્ય કેતન ઇનામદારના ઘર બહાર ધરણા, નોકરી પર પરત લેવડાવવા માગ

| Edited By: | Updated on: Feb 15, 2022 | 1:08 PM

છુટા થયેલા કર્મચારીઓએ ધારાસભ્ય કેતન ઈનામદાર મધ્યસ્થી કરીને તેમને નોકરીમાં પરત લેવડાવે તેવી માગ કરી હતી. પોતાને અન્યાય થયો હોવાની રજૂઆત સાથે ખાનગી કંપનીના કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કર્યુ.

વડોદરા (Vadodara)ના સાવલીના ધારાસભ્ય (MLA)ના ઘર બહાર ખાનગી કંપની દ્વારા છુટા કરી દેવાયેલા 100 કર્મચારીઓએ ધરણા (Protest)શરુ કર્યા છે. કંપનીમાંથી છુટા કરી દેવાયા બાદ આ તમામ 100 કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી આ તમામ કર્મચારીઓએ એકઠા થઇને ધારાસભ્ય કેતન ઇનામદાર (Ketan Inamdar)ના ત્યાં જ ધરણા શરુ કરી દીધા હતા. ધારાસભ્ય કર્મચારીઓને નોકરી પરત અપાવડાવે તેવી માગ સાથે કર્મચારીઓએ ધરણા કર્યા

વડોદરાની મંજુસર GIDCમાં આવેલી NBC કંપનીના 100 કર્મચારીને અચાનક જ કામમાંથી છુટા કરી દેવાયા છે. જેના પગલે છુટા કરી દેવાયેલા ક્મચારીઓમાં ભારે રોષની લાગણી છે. નારજ કર્મચારીઓ આજે વહેલી સવારથી જ વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના ઘરે પહોંચી ગયા હતા અને તેમના ઘર બહાર ધરણા શરુ કરી દીધા હતા. ધારાસભ્યના ઘર બહાર ખાનગી કંપનીના કર્મચારીઓએ મોરચો માંડતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

મોટી સંખ્યામાં કર્મચારીઓને ધરણા પર જોઇ ધારાસભ્યએ પણ કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી અને તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. છુટા થયેલા કર્મચારીઓએ ધારાસભ્ય કેતન ઈનામદાર મધ્યસ્થી કરીને તેમને નોકરીમાં પરત લેવડાવે તેવી માગ કરી હતી. પોતાને અન્યાય થયો હોવાની રજૂઆત સાથે ખાનગી કંપનીના કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કર્યુ.

આ પણ વાંચો-

Surat: ગ્રીષ્મા વેકરિયાની અંતિમ યાત્રા નીકળી, માતા-પિતાએ ચોધાર આંસુએ દીકરીને વિદાય આપી

આ પણ વાંચો-

Ahmedabad : ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસના વધુ ત્રણ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા