ગુજરાત કોંગ્રેસમાં ભડકો, પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારની ભાજપમાં જોડાવવાની અટકળો

| Edited By: | Updated on: Feb 16, 2022 | 2:12 PM

મહેસાણા કોંગ્રેસમાંથી જે નેતાઓ ભાજપમાં જઇ રહ્યા છે તે તમામ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારના ગ્રૂપ હોવાનું મનાય છે.એટલે જ જયરાજસિંહે એક ટ્વીટ દ્વારા પક્ષ પ્રત્યે નારાજગીના સંકેતો આપ્યા છે..અને બહુચરાજી એ માત્ર શરુઆત હોવાનું જણાવ્યું છે

ગુજરાતમાં(Gujarat)  વિધાનસભા ચુંટણી પૂર્વે મહેસાણા કોંગ્રેસમાં(Congress)  ભડકો થયો છે. તેમજ તેમની સાથે પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર(Jayrajsinh Parmar)  પણ ભાજપમાં જોડાય તેની અટકળો તેજ બની છે. જેમાં મહેસાણા કોંગ્રેસમાંથી જે નેતાઓ ભાજપમાં જઇ રહ્યા છે તે તમામ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારના ગ્રૂપ હોવાનું મનાય છે.એટલે જ જયરાજસિંહે એક ટ્વીટ દ્વારા પક્ષ પ્રત્યે નારાજગીના સંકેતો આપ્યા છે..અને બહુચરાજી એ માત્ર શરુઆત હોવાનું જણાવ્યું છે..શક્યતા એ છે કે આવતીકાલે વધુ કેટલાંક નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાના છે..અને શનિવાર સુધીમાં કોઇ દિગ્ગજ નેતા ભાજપમાં ભળશે તેવી શક્યતાઓ છે.જયરાજસિંહનું આ ટ્વીટ એ જ દિશામાં સંકેત આપી રહ્યું છે.

તેમણે ટ્વીટર પર લખ્યું છે કે કોને ચિંતા છે કે પક્ષનું શું થશે ! બધા એ વાત પર લડી રહ્યા છે કે સરદાર કોણ હશે.. બીજા એક ટ્વીટમાં તેમણે લખ્યું છે કે કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદ સભ્યો અને ધારાસભ્યો કેન્દ્રીત પક્ષ રહ્યો છે.કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું જ નથી પછી સંગઠનનું મહત્વ ક્યાંથી વધે. પક્ષ પ્રત્યે નારાજગી દર્શાવતું જયરાજસિંહનું ટ્વીટ કૉંગ્રેસમાં મોટી નવાજૂની થવાના સંકેત આપી રહ્યું છે.. આ પહેલા પણ તેઓ પક્ષ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.

આ પણ વાંચો : Surat : ઔદ્યોગિક એકમોને મનપાનું અલ્ટીમેટમ, પ્રદૂષિત પાણી છોડશો તો, જીપીસીબી-પાલિકા કરશે સંયુક્ત કાર્યવાહી

આ પણ વાંચો : Ahmedabad : સાયન્સ સિટીના ટિકિટના દરમા મોટો ઘટાડો, જાણો કેટલા ઘટ્યા ટિકિટના દર