Vadodara Video : લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા આયોજકોનો મહત્વનો નિર્ણય, વિધર્મીની ઈવેન્ટ કંપનીને હટાવી
વડોદરામાં ગરબા આયોજનમાં વિધર્મીની કંપનીને કામ સોંપાતા સંત સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું કે નવરાત્રી કોઈ મનોરંજન કે પૈસા કમાવવાનું સાધન નથી. આ માતાજીની આરાધનાનો પર્વ છે. કેટલાક આયોજકો આ પર્વનું વ્યવસાયિકરણ કરીને વિધર્મીઓને એન્ટ્રી આપે છે. ત્યારે હવે આયોજકે વિધર્મીની એજન્સીને હટાવી છે.
Vadodara : લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકે વિધર્મી એજન્સી બોયઝોન ઇવેન્ટ એન્ડ પ્રમોશન કંપનીને ગરબાની કામગીરી સોંપી હતી. જેને લઈને વિવાદ ઉભો થયો હતો. આખરે ગરબા આયોજકે આ ઈવેન્ટ કંપનીને હટાવી છે. વર્ડવિઝાર્ડ ફાઉન્ડેશને પ્રેસનોટ બહાર પાડી આ સત્તાવાર જાહેરાત કરી છે.
વડોદરામાં ગરબા આયોજનમાં વિધર્મીની કંપનીને કામ સોંપાતા સંત સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું કે નવરાત્રી કોઈ મનોરંજન કે પૈસા કમાવવાનું સાધન નથી. આ માતાજીની આરાધનાનો પર્વ છે. કેટલાક આયોજકો આ પર્વનું વ્યવસાયિકરણ કરીને વિધર્મીઓને એન્ટ્રી આપે છે. તહેવારની પવિત્રતા જાળવવી જોઈએ અને વિધર્મીઓને પ્રવેશ ન આપવો જોઈએ. આ વિવાદ બાદ હવે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકે વિધર્મીની એજન્સીને હટાવી છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
