આણંદ ખાતે યોજાયો પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ , 500 થી વધુ તાલીમાર્થીઓને અપાઈ તાલીમ

|

Nov 11, 2023 | 9:10 PM

હાલમાં પ્રકૃતિક ખેતીને લઈ ઠેર ઠેર બોલબાલા ચાલી રહી છે. ત્યારે આણંદ ખાતે ગુજરાત રાજ્યના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં કૃષિ પરીસંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં 500 થી વધુ તાલીમાર્થીઓને પ્રાકૃતિક ખેતીને લગતી માહિતી પૂરી પાડી હતી. પ્રાકૃતિક ખેતી કરી અને બીમારીઓ અને દવાઓ પર થતા ખર્ચથી બચવા માટે આહવાન કર્યું હતું. 

આણંદના આંકલાવડી ખાતે રવિશંકર મહારાજના આર્ટ ઓફ લિવિંગના પ્રણેતાની ઉપસ્થિતીમાં પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઘ્વારા કૃષિ વ્યવસાય સાથે જોડાયેલા 500 થી વધુ તાલીમાર્થીઓને પ્રાકૃતિક ખેતીને લગતી માહિતી પૂરી પાડી હતી.

આચાર્ય દેવવ્રતજીએ દેશની વાસ્તવિક વર્તમાન કૃષિ પ્રણાલીમાં રાસાયણિક ખેતીથી થતા નુકસાન અને પ્રદુષણ પર વાત કરી પ્રાકૃતિક ખેતીથી થતા લાભો અંગે લોકોને માહિતગાર કર્યા હતા.

આ પણ વાંચો : આણંદ ટાઉન હોલ પાસે પાંચ વર્ષ પહેલા ઉભો કરાયેલ મોબાઇલ ટાવર હટાવવા CO ને લેખિતમાં રજૂઆત

રાસાયણિક ખેતીથી વધતા જતા વ્યાપને કારણે આજકાલ નાની ઉંમરે હૃદય રોગના હુમલા અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું પ્રમાણ ઘણું વધી ગયું છે તેમ જણાવતા આચાર્ય દેવ વ્રતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરી અને બીમારીઓ અને દવાઓ પર થતા ખર્ચથી બચવા માટે આહવાન કર્યું હતું.

આણંદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video