Gujarati Video : પાટણમાં વિધર્મી યુવકે નામ બદલી યુવતીને ફસાવી પ્રેમજાળમાં, અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ

Gujarati Video : પાટણમાં વિધર્મી યુવકે નામ બદલી યુવતીને ફસાવી પ્રેમજાળમાં, અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ

| Edited By: | Updated on: Aug 23, 2023 | 2:20 PM

પાટણમાં એક વિધર્મી યુવકે યુવતીને નામ બદલીને પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.જો કે યુવતીને વિધર્મી યુવકની વાસ્તવિકતા ખબર પડતા તેણે યુવકને સંબંધ ન રાખવા કહ્યું.

Patan : રાજ્યમાં નામ બદલીને યુવતીને પ્રેમજાળમાં ફસાવવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના પાટણમાં પણ સામે આવી છે. જેમાં એક વિધર્મી યુવકે યુવતીને નામ બદલીને પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જો કે યુવતીને વિધર્મી યુવકની વાસ્તવિકતા ખબર પડતા તેણે યુવકને સંબંધ ન રાખવા કહ્યું. પરંતુ વિધર્મી યુવકે યુવતીના ફોટો વાયરલ કરવાની ધમકી આપી. જો કે યુવતીએ આ અંગે પરિવારજનોને જાણ કરતા A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

આ પણ વાંચો : Patan: રાધનપુર મામલતદાર કચેરીમાં જ લાંચની રકમ માંગતા વકીલ અને તલાટીને ACB એ ઝડપી લીધા, જુઓ Video

જૂનાગઢમાં યુવતી પર આચર્યું દુષ્કર્મ

તો બીજી તરફ જૂનાગઢની નર્સિંગ કોલેજમાં લગ્નની લાલચ આપી યુવકે વારંવાર યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતુ. યુવક અને યુવતી વચ્ચે સાથે અભ્યાસ દરમિયાન પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપી પ્રિતેશ ગોહિલે યુવતીને લગ્ન કરીને સાથે રહેવાના વચન આપ્યાં હતા. જેમાં ભોળવાયેલી યુવતી સાથે શારીરિક સંબંધો બાંધીને તેના વીડિયો ઉતાર્યા હતા. આરોપી યુવતીને વારંવાર વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પરેશાન કરતો હતો.

 પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો