ગુજરાત સરકારે ખેડૂતોને આપી મોટી રાહત, 1 એપ્રિલથી ખેડૂતોને ડુંગળીની ખરીદી પેટે 2 રૂપિયા વધુ ચુકવવાની જાહેરાત

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં (cabinet meeting) ડુંગળીના ખેડૂતોને વધુ રૂપિયા ચુકવવાનો નિર્ણય લેવાયો છે. જેના લાભ અનેક ખેડૂતોને મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 6:41 PM

ગુજરાતમાં (Gujarat) ડુંગળીનું (Onion) ઉત્પાદન કરતા ખેડૂતોને (farmers) સરકારે મોટી રાહત આપી છે. રાજ્ય સરકાર 1 એપ્રિલથી ખેડૂતોને ડુંગળીની ખરીદી પેટે 2 રૂપિયા વધુ ચુકવવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં (cabinet meeting) ડુંગળીના ખેડૂતોને વધુ રૂપિયા ચુકવવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યની વિવિધ APMCમાં ડુંગળીના 45 લાખ કટ્ટા વેચાણ માટે આવે છે. રાજ્ય સરકારના નિર્ણયથી 35 હજાર ડુંગળી ઉત્પાદક ખેડૂત પરિવારોને તેનો ફાયદો મળશે.

આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે ખેડૂતોના હિતને ધ્યાને રાખી રાજ્ય સરકારે ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને સહાયરૂપ થવા માટે કિલો દીઠ રૂ. 2ની સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ચાલુ વર્ષે ડુંગળીનું ઉત્પાદન વધતા બજારમાં તેની આવક સમયે ભાવ શરૂઆતથી જ ગત વર્ષ કરતાં નીચા રહ્યા છે. તેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે. રાજ્યમાં 1 એપ્રિલ 2022 થી 30 એપ્રિલ 2022 સુધીમાં અંદાજે 45 લાખ કટ્ટા (50 કિલોના) વેચાણ માટે APMC ખાતે આવવાની સંભાવના છે. ત્યારે 2250 લાખ કિલોના રૂપિયા બે લેખે 45 કરોડ જેટલી સહાય ચૂકવાશે.

જીતુ વાઘાણીએ વધુમાં ઉમેર્યું હતુ કે રાજ્યના ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે મુખ્યમંત્રીએ રૂ.500 કરોડના રિવોલ્વીંગ ફંડ ઉપરાંત વધારાનું રૂ. 132 કરોડનું રિવોલ્વીંગ ફંડ ઉમેરવાનો ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સમયસર ધિરાણ પરત ભરપાઈ કરતા ખેડૂતોને રૂ. ૩ લાખ સુધીનું પાક ધિરાણ વિના વ્યાજે આપવામાં આવે છે. આ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ક્રમશઃ 4 ટકા અને 3 ટકા વ્યાજ સહાય અપાય છે.

આ પણ વાંચો-Gandhinagar: અધ્યાપકોના પ્રશ્નોને લઈને ગુજરાત સરકારની મોટી જાહેરાત, CCCની પરીક્ષામાં ફરજિયાતના નિયમો દૂર કરાશે, નિવૃત્ત થતા અધ્યાપકોને મળશે સાતમા પગાર પંચનો લાભ

આ પણ વાંચો-અમદાવાદમાં અનુભવાઇ રહી છે અંગ દઝાડતી ગરમી, પાણીજન્ય રોગચાળો વકર્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">