રાજકોટ સમાચાર : કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ, વીડિયોમાં સાંભળો શું કહ્યું જગતના તાતે
રાજકોટના વિવિધ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે.અને એક જ દિવસમાં ભાવમાં મોટું ગાબડું પડ્યું છે. જે ડુંગળીના ભાવ એક મણના 700 રૂપિયા બોલાતા હતા. તે હવે યાર્ડમાં થતી હરાજીમાં 100થી લઈને 400 સુધીના ભાવ બોલાયા છે. એટલે કે 24 કલાકમાં જ ડુંગળીના ભાવમાં 300 રૂપિયાનું ગાબડું પડ્યું છે.
સામાન્ય રીતે ડુંગળીના ઉંચા ભાવ પ્રજાને રડાવતા હોય છે.પરંતુ સરકારના એક નિર્ણયથી ડુંગળીના ભાવ હવે ખેડૂતોને રડાવી રહ્યાં છે. સરકારે ડુંગળીની નિકાસ બંધ કરતા ખેડૂતોના માથે આભ ફાટ્યા જેવો ઘાટ સર્જાયો છે. રાજકોટના વિવિધ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે.અને એક જ દિવસમાં ભાવમાં મોટું ગાબડું પડ્યું છે.
જે ડુંગળીના ભાવ એક મણના 700 રૂપિયા બોલાતા હતા. તે હવે યાર્ડમાં થતી હરાજીમાં 100થી લઈને 400 સુધીના ભાવ બોલાયા છે. એટલે કે 24 કલાકમાં જ ડુંગળીના ભાવમાં 300 રૂપિયાનું ગાબડું પડ્યું છે. ત્યારે તળીયે બેઠેલા ભાવ અને સરકારના નિર્ણયને ખેડૂતો વખોડી રહ્યા છે. અને યોગ્ય નિર્ણયની માગ કરી રહ્યા છે.
ડુંગળીની નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ
તો ખેડૂતોની 3 દિવસથી યાર્ડમાં પડેલી ડુંગળી હવે કોઈ લેવા તૈયાર નથી.ખેડૂતોનું કહેવું છે કે ડુંગળીની નિકાસ બંધ કરવાના નિર્ણયથી વેપારીઓ ડુંગળી ખરીદવા તૈયાર નથી. ત્યારે હવે આ 3-3 દિવસથી પડેલી ડુંગળી ખરાબ થવા લાગતાં ફેંકવાનો વારો આવ્યો છે.
મહત્વનું છે કે રાજકોટના વિવિધ માર્કેટ યાર્ડમાં 3 દિવસ પહેલા ડુંગળીના હજારો કટ્ટા વચ્ચે આવક બંધ કરાઈ હતી.ડુંગળીની નિકાસ બંધ થતા વધુ આવક ન કરવા વેપારીઓએ યાર્ડ સતાધીશોને અનુરોધ કર્યો હતો.જે બાદ ડુંગળીની હરાજી બંધ કરી દેવામાં આવી હતી.ખેડૂતોનું માનવું છે કે સરકાર નિર્ણય પરત નહીં ખેંચે તો ખેડૂત મરી પરવારશે.
તો એક તરફ માવઠાનો માર તો બીજી તરફ સરકારનો કાયદો ખેડૂતોને ખટકી રહ્યો છે. ઇંધણ સાથે ખાતરની મોંઘવારીથી ખેડૂતો ત્રાહિમામ જ હતા. તેવા સમયે સરકારના નિકાસબંધીના નિર્ણયને પગલે જગતનો તાત ફરી એકવાર લાચાર બન્યો છે. હવે આ સંકટમાંથી સરકારની ફેરવિચારણા ખેડૂતોના ચહેરા પર લાલી લાવી શકે છે.