ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી સંપૂર્ણ બંધ, નિકાસબંધી અંગે નોટિફિકેશન ન આવવાથી અસમંજસ
સરકારની નિકાસબંધી હટાવવાની જાહેરાત બાદ ડુંગળીના ભાવમાં પ્રતિમણ 100થી 200 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, પરંતુ ખેડૂતોની આ ખુશી લાંબા સમય સુધી ટકી નહીં. તેની પાછળનું કારણ એ છે કે સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર ન કર્યું.
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની હરાજી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી છે. સરકાર દ્વારા નિકાસબંધીની છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ સત્તાવાર નોટિફિકેશન જાહેર ન કરતા ખેડૂત અને વેપારીઓ અસમંજસમાં મુકાયા છે. જેને લઈ ભાવનગર, તળાજા તેમજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં એક દિવસ માટે ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી છે.
સરકારની નિકાસબંધી હટાવવાની જાહેરાત બાદ ડુંગળીના ભાવમાં પ્રતિમણ 100થી 200 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, પરંતુ ખેડૂતોની આ ખુશી લાંબા સમય સુધી ટકી નહીં. તેની પાછળનું કારણ એ છે કે સરકારે સત્તાવાર નોટિફિકેશન જાહેર ન કર્યું. ત્યારે ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાતનું હબ ભાવનગરને ગણવામા આવે છે, પરંતુ બે ધારી નીતિના કારણે ફરી એકવાર ખેડૂતોની મુશ્કેલી વધી છે.
