Cyclone Biparjoy Effect: નવસારીમાં હજીરાથી મુંબઈ જતી ONGCની લાઈનને ભારે નુકસાન, અધિકારીઓએ સમારકામની કામગીરી હાથ ધરી
વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ (Rain) વરસ્યો છે. એક દિવસમાં કુલ 87 તાલુકામાં વરસાદ પડ્યો છે.
Cyclone Biparjoy : અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ (Rain) વરસ્યો છે. એક દિવસમાં કુલ 87 તાલુકામાં વરસાદ પડ્યો છે. દ્વારકાના (Dwarka) ખંભાળિયામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે નવસારીના દરિયા કિનારે બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. દરિયામાં ભારે મોજા ઉછળતા આસપાસ નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે.
હજીરાથી મુંબઈ જતી ONGCની લાઈનને ભારે નુકસાન થયુ છે. દરિયામાં ભારે મોજા ઉછળતા ONGCની લાઇન બહાર નીકળી ગઇ છે. ONGCના અધિકારીઓએ સમારકામની કામગીરી હાથ ધરી છે. અગમચેતીના ભાગરૂપે બહાર નીકળેલી લાઈનને ઢાંકવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો