પેટ્રોલ-ડીઝલ, ગેસના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહ્યો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. ખાદ્યતેલના (Edible oil) ભાવમાં તોતિંગ વધારો થતો જઇ રહ્યો છે. લગ્નગાળાની સિઝન વચ્ચે એક જ દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 30નો વધારો થયો છે. મગફળીની ખરીદી હજુ ચાલુ હોવા છતાં સિંગતેલના ભાવમાં સતત ભાવવધારો થયો છે. ચાલુ વર્ષે મગફળીનું 42લાખ ટન ઉત્પાદન થવા છતાં ભાવ વધી રહ્યા છે.
મોંઘવારીથી પીસાતી પ્રજાને આજે વધુ એક કમરતોડ ઝટકો મળ્યો છે. ખાદ્યતેલના (Edible oil)સતત વધી રહેલા ભાવ લોકોને ભડકે બાળી રહ્યા છે. એક જ દિવસમાં ફરી એકવાર ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. મધ્યમવર્ગની મુશ્કેલીઓમાં એક પછી એક વધારો થતો જઇ રહ્યો છે. ઈંધણની સાથે ખાદ્યતેલોના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. ખાદ્યતેલના ભાવમાં ફરી એક વખત મોટો ઉછાળો આવ્યો છે. સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 30 રૂપિયા વધી ગયા છે.
ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોએ જાયે તો જાયે કહીં જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજી, મસાલાના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે.